Dakshin Gujarat

દંપતી ગુમ રૂપિયાની તપાસ કરવા બેંક ગયું, ઘરે પરત ફરતાં 15 વર્ષની પુત્રી ફરાર

દેલાડ: સાયણ સુગર રોડ પર આવેલા આદર્શનગર એકમાં વ્હાઇટ હાઉસ-૨ એપાર્ટમેન્ટમાં (Appartment) રહેતી પ્રેમિલાકુમારી દુટીક્રુષ્ણા સ્વાઈનનો પતિ લૂમ્સ ખાતામાં તથા મોટો પુત્ર ચેન્નાઈ ખાતે કંપનીમાં (Company) નોકરી (Job) કરે છે. તેઓની નાની પુત્રી (Doughter) લીના પંદર વર્ષ અને ચાર મહિનાની છે. તે ધોરણ-૧૦માં અભ્યાસ (Study) કરે છે.

તા.૪/૪/૨૦૨૨ના રોજ તે બોર્ડની પરીક્ષા આપવા માટે ગઈ હતી. પેપર પૂરું થતાં તે પિતા સાથે ઘરે પરત ફરી હતી. દુટીક્રુષ્ણાએ એક અઠવાડિયા પહેલાં બેંકમાંથી પર્સનલ ૫૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી. જે રૂપિયા ઘરના કબાટમાં મૂક્યા હતા. પરંતુ રૂપિયા કબાટમાં નહીં જણાતાં દુટીક્રુષ્ણા અને પત્ની પ્રેમીલાકુમારી ત્રણ દિવસથી તપાસ કરતાં હતાં. પુત્રી લીનાને પૂછતાં તેણે નહીં લીધાનું જણાવ્યું હતું. આથી તેણીને ઘરે મૂકી બંને પતિ-પત્ની બપોરના આશરે બે વાગ્યે બેંક પર ગયાં હતાં. ત્યાં જે બેગમાં રૂપિયા આવેલા હતા તે બેગમાંથી કોઈ જગ્યાએ પડી ગયા કે કોઈએ નજર ચૂકવીને લઈ લીધાં છે કે કેમ? તેની તપાસ કરતાં રૂપિયા બેગમાં જ હોવાનું જણાયું હતું. બપોરે ત્રણ વાગ્યે ઘરે પરત ફરતાં પુત્રી લીના હાજર ન હતી. તેની આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં મળી આવી ન હતી.

  • નટરાજ સોસાયટીમાં રહેતો અભય કારુશ સગીરાનું અપહરણ કરી ગયાની આશંકા સાથે ફરિયાદ
  • રૂપિયા અંગે પુત્રીને પૂછતાં તેણે નહીં લીધાનું જણાવ્યું

તા.૨૩/૩/૨૦૨૨ના રોજ લીના સ્કૂલ જવાના બહાને સાયણ સુગર રોડ પર આવેલી નટરાજ સોસાયટી મકાન નં-૨૮માં રહેતા અભય રામસમુજ કારુશ સાથે ફરવા ચાલી ગઈ હતી અને બંને બીજા દિવસે ઘરે પરત ફર્યાં હતાં. ત્યારે તેણીની પૂછપરછ કરતાં તેણે પોતાની મરજીથી અભય સાથે ફરવા ગઈ હતી, આવવામાં મોડું થઈ જતાં ઘરે નહીં આવ્યાં હોવાનું જણાવ્યું હતું. આથી તેણીને અભય સાથે નહીં જવા બાબતે તેનાં માતા-પિતાએ ઠપકો આપી સમજાવી હતી.
તા.૪/૪/૨૦૨૨ના રોજ લીના નહીં મળી આવતાં પિતાને અભય પર શંકા જતાં તેના ઘરે તપાસ કરી તો અભય સવારથી ગાયબ હતો. અભય લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અગર તો પોતાનો બદઇરાદો પાર પાડવા અપહરણ કરી ગયાનું જણાઈ આવતાં તેણીની માતા પ્રેમીલાકુમારીએ તા.૭/૪/૨૦૨૨ના રોજ અભય વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ઘટના અંગેની તપાસ ઓલપાડના ઈનચાર્જ પી.આઈ. એ.બી.મોરી કરી રહ્યા છે.

Most Popular

To Top