World

ઓેસ્ટ્રેલિયાના ચીનેસ બીચ પર લગભગ 100 પાઇલટ વ્હેલ ફસાઇ, 51 રાતોરાત મૃત્યુ પામી

ઓેસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયાના (Australia) પશ્ચિમમાં આવેલ ચેનેસ બીચ (Chains Beach) પર લગભગ 100 પાઈલટ વ્હેલ (Pilot Whale) ફસાય ગઈ હતી. ઓસ્ટ્રેલાના બીચ પર ફસાયેલ 100 પાઈલટ વ્હેલમાંથી 51 વ્હેલ રાતોરાત મૃત્યુ પામી હતી. જ્યારે લગભગ 46 જેટલી વ્હેલને ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસ (Australian Parks and Wildlife Service) દ્વારા ઊંડા પાણીમાં જીવતી મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પાઇલટ વ્હેલનું જૂથ આખી રાત કિનારે ફસાયેલુ રહ્યું હતું.

મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે અલ્બાનીથી 60 કિલોમીટર પૂર્વમાં ચેનેસ બીચ પાસે પાઇલટ વ્હેલનું એક જૂથ તરતા જોવા મળ્યું હતું. આ પછી સાંજ સુધીમાં વ્હેલનું જૂથ દરિયા કિનારે આવી પહોંચવાનું શરૂ થયું હતું. જે પછી ધીરે-ધીરે આખો બીચ વ્હેલથી ઢંકાઈ ગયો હતો.

વ્હેલ પર નજર રાખવા માટે રાતોરાત શિબિર ગોઠવવામાં આવ્યું હતું
મળતી માહિતી અનુસાર પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યના જૈવ વિવિધતા, સંરક્ષણ અને આકર્ષણો વિભાગે વ્હેલ પર નજર રાખવા માટે રાતોરાત શિબિર ગોઠવી હતી. વિભાગના મેનેજર પીટર હાર્ટલીએ જણાવ્યું હતું કે તેમણે 51 વ્હેલની ગણતરી કરી છે જેઓ મૃત્યુ પામ્યા હતા. પીટર હાર્ટલીએ વધુમાં કહ્યું હતું કે અમારી પાસે હજુ પણ 46 પાઈલટ વ્હેલ છે જે જીવંત છે. અમે આજે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી તેને ઊંડા પાણીમાં પાછા લઈ જવા માટે પ્રયાસો કરીશું. અમે શક્ય તેટલી વધુ વ્હેલને બચાવીશું.

ટીમમાં પર્થ ઝૂના પશુચિકિત્સકો અને દરિયાઈ જીવ વિજ્ઞાનીઓનો સમાવેશ થાય
વ્હેલને મદદ કરનારી ટીમમાં પર્થ ઝૂના પશુચિકિત્સકો અને દરિયાઈ જીવ વિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે. તેઓ જહાજો અને સ્લિંગ સહિત વિશેષ સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે. સેંકડો સ્વયંસેવકોએ પણ આ કામમાં મદદ કરવાની ઓફર કરી છે. ત્યારે ઘણા અધિકારીઓએ કહ્યું હતું કે તેમની પાસે પૂરતા નોંધાયેલા સ્વયંસેવકો છે અને અન્ય લોકોને બીચથી દૂર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.

પાયલોટ વ્હેલ જૂથોમાં મુસાફરી કરે છે
પાયલોટ વ્હેલ એ દરિયાઈ ડોલ્ફિનની એક પ્રજાતિ છે. જે જૂથોમાં મુસાફરી કરે છે. તેઓ બીચ પર તેમના જૂથના મુખ્ય પાયલોટ વ્હેલને અનુસરે છે. જ્યારે જૂથમાં કોઈ સાથી ઘાયલ થાય છે ત્યારે મોટી સંખ્યામાં તેની આસપાસ ભેગા થાય છે. નિષ્ણાતોના મતે પાયલોટ વ્હેલ હંમેશા સાથે રહે છે. જો કોઈ એક વ્હેલ ક્યાંક અટવાઈ જાય છે, તો બાકીની બધી પણ તેને અનુસરવા લાગે છે. આ જ કારણ છે કે દરિયા કિનારે ઘણી બધી વ્હેલ એક સાથે મરી રહી છે. એવું કહેવાય છે કે ઘણી વખત વ્હેલ કિનારે આવે છે અને પછી તકલીફમાં અન્ય વ્હેલને સિગ્નલ મોકલે છે. તે વ્હેલના સંકેત મળતાં જ અન્ય વ્હેલ પણ તેની નજીક આવવા લાગે છે અને ફસાઈ જાય છે.

Most Popular

To Top