World

આઇફોનની માગ વધી, એપલની રેકોર્ડ 111 અબજ ડૉલરની આવક

અમેરિકન ટેક્નોલોજી કંપની એપલની આવકમાં કોરોના મહામારી હોવા છતાં પણ મોટો વધારો થયો છે. તે ઉપરાંત, આઇફોન 12 સિરીઝનું વેચાણ પણ વધ્યું છે. કોરોના મહામારીના કારણે ઘણી કંપનીઓના વેચાણમાં ઘટાડો અને નુકસાન થયું છે. પરંતુ, એપલ કંપનીની આવક 23% વધીને 111.4 અબજ યુએસ ડોલર થઈ છે. આ આવકમાં નવા આઇફોન મોડેલનો પણ મોટો ફાળો રહ્યો છે. નફો પણ 29% વધીને 28.7 અબજ ડૉલર થયો છે.

ભારત જેમાં માર્કેટમાં પણ એપલ ઝડપી વધારો કરી રહ્યું છે. જેના કારણે એપલની આ ક્વાર્ટરની કમાણીમાં આંતરરાષ્ટ્રીય કમાણીનો 64 ટકા હિસ્સો છે. આ વચ્ચે ચીનમાં એપલની કમાણીમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. એપલ આઇફોનનું વેચાણ રેકોર્ડ 65.6 અબજ ડોલર પર પહોંચ્યું છે. આ અગાઉનું સૌથી સારું પ્રદર્શન 61.58 અબજ હતું. જે એપલે 2018ના પહેલા ક્વાર્ટરમાં મેળવ્યું હતું.

એપલના સીઈઓ ટિમ કૂકે જણાવ્યું હતું કે, એપલ તેનો પ્રથમ 5જી ફોન લેટ લોન્ચ કર્યા બાદ પણ લોકોનો ખૂબ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન અભ્યાસનો ટ્રેન્ડ વધતાં આઇપેડના વેચાણમાં અગાઉના ક્વાર્ટરથી 41 ટકાનો વધારો થયો હતો. મેકનું વેચાણ દરવર્ષે 21 ટકા સુધી પહોચી ગઈ છે. જેમાં ખાસ કરીને એપલની એમ1 ચિપ સંચાલિત મેકબુક એર પ્રો અને મેકબુક મિનિ સામેલ છે. આ ઉપરાંત, આઈપેડમાં આઈપેડ એર પણ શામેલ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top