Charchapatra

દેખાદેખી એ માત્ર બુદ્ધિહીનતા છે

આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં જવાનું છે નવી ફેશન સાડી ખરીદે છે. કારણ કે તેમને બીક છે કે પાર્ટીના બધા નવી ફેશનની સાડી પહેરીને આવશે. ભાઈને નવો મોબાઈલ ખરીદવો છે કારણ કે બીજા કોઈ પણ નવો મોબાઈલ લીધો છે.

ટી.વી.ની જાહેરાતોમાં જોઈને બાળકોને ફુડ સપ્લીમેન્ટ ખવડાવે છે અને માતા પિતા પોતાને શોભે કે જરૂરી ન હોય તો પણ તેવા ડ્રેસીસ ખરીદે છે તમે તેને ઉપભોક્તાવાદ કહો કે બીજું કંઈ? કોઈ પણ જાતનો વાદ બુદ્ધિહીનતા તરફ લઈ જશે. બુદ્ધિહીન ઉપભોક્તાવાદ ચોક્કસપણે મનુષ્યના  હિતમાં નથી.

હાલમાં આપણે આપણા જીવન માટે શું જરૂરી છે તે નથી કરતા પરંતુ બીજાઓની અપેક્ષા પ્રમાણે જીવીએ છીએ. જે લોકોની તમે દેખાદેખી કરો છો તે તો પોતાના જીવન વિશે કશું જાણતા નથી. જો તમે તેઓની ઇરછા પ્રમાણે જીવશો તો તમારું જીવન ભટકી જ્શે. બુદ્ધિહીનતા એટલે કે સમજ્યા વગર જરૂરિયાત વગર માત્ર કંઈક કરતા રહો.

એક વાર બુદ્ધિહીનતાની શરૂઆત થશે તો સમાજ કશે નહીં પહોંચે. માત્ર એક ચક્રમાં ચાલ્યા કરશે. આજે આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ, જેમાં માત્ર દંભ છે, અહમ્ છે. અમે વિશેષ છીએ, બીજાને નીચા બતાવવાની પ્રક્રિયા છે.

તમારી જરૂરિયાત પ્રમાણે જીવવું જરૂરી છે પણ દેખાદેખીને વશ થઈ જીવન જીવવું બુદ્ધિહીનતા જ કહેવાય, જેના પરિણામે લાંબે ગાળે સમાજ માટે હાનિકારક પુરવાર થાય એમ લખનારનું માનવું છે.

સુરત     – નિરુબેન બી શાહઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top