Top News

અફઘાનિસ્તાન: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં છોકરા-છોકરી સહ-શિક્ષણ પર પ્રતિબંધ

અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓના અધિકારો (Taliban on women rights)ની રક્ષા કરવાની વાત કરી હતી. હવે તાલિબાનોએ હેરત ક્ષેત્રની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ (Universities)માં સહ-શિક્ષણ (Mix education) પર પ્રતિબંધ મૂક્યો છે. 

તાલિબાને તેને સમાજના દાનવોનું મૂળ ગણાવ્યું છે. સમાચાર એજન્સી ‘ખામા પ્રેસ’એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે કેટલાક પ્રોફેસરો, ખાનગી સંસ્થાઓના માલિકો અને તાલિબાનીઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય (decision in meeting) લેવામાં આવ્યો છે. લગભગ એક સપ્તાહ પહેલા તાલિબાને અફઘાનિસ્તાનનો કબજો મેળવ્યો હતો. ત્યાર બાદ તાલિબાન દ્વારા બહાર પાડવામાં આવેલો આ પહેલો ફતવો છે. અગાઉ ગુરુવારે, તાલિબાનના લાંબા સમયના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને કહ્યું હતું કે તાલિબાન મહિલાઓને સન્માન આપશે. એટલું જ નહીં, તાલિબાન વતી એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ઇસ્લામિક કાયદા હેઠળ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરશે. 

તાલિબાન પ્રતિનિધિઓ સિવાય યુનિવર્સિટીના પ્રોફેસરો અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના માલિકો સાથેની ત્રણ કલાકની બેઠકમાં અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણના વડા મુલ્લા ફરિદે જણાવ્યું હતું કે સહ-શિક્ષણનો અંત આવવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. તેમણે એમ પણ કહ્યું કે મહિલા વ્યાખ્યાન માત્ર મહિલા વિદ્યાર્થીઓને જ શીખવવું જોઈએ પુરુષો માટે નહીં. આ બેઠક દરમિયાન, ફરીદે સહ-શિક્ષણને સમાજમાં રાક્ષસોનું મૂળ ગણાવ્યું છે. છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાને સહ-શિક્ષણને લગતી મિશ્ર વ્યવસ્થા તૈયાર કરી છે. અફઘાનિસ્તાનમાં, લિંગ આધારિત કોર્સ અત્યાર સુધી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોજવામાં આવતો હતો. 

શિક્ષણવિદો માને છે કે આ નિર્ણયથી સરકારી યુનિવર્સિટીઓ પ્રભાવિત નહીં થાય, પરંતુ ખાનગી સંસ્થાઓએ સંઘર્ષ કરવો પડશે, તેમની પાસે પહેલેથી જ છોકરીઓની સંખ્યા ઓછી છે. હેરાતમાં ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 40,000 વિદ્યાર્થીઓ અને 2,000 લેક્ચરર છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ન્યાયાધીશ નજલા અયુબીએ જણાવ્યું છે કે તાલિબાન દ્વારા અફઘાન મહિલાઓ પર અત્યાચાર અને હત્યા કરવામાં આવી રહી છે. તેઓ ખોટા વચનો આપી રહ્યા છે કે તેઓ લોકોના અધિકારોનું સન્માન કરશે અને તેમને કામ કરવાની અને ઇસ્લામ અનુસાર શિક્ષિત કરવાની મંજૂરી આપશે. 

નજલા આયુબીએ સ્કાય ન્યૂઝને જણાવ્યું કે તે અફઘાનિસ્તાનમાં મહિલાઓ સાથે વાત કરી રહી છે અને તેને “મહિલાઓ વિરુદ્ધ ખરાબ વર્તન અને હિંસા” ના ઘણા કેસ મળ્યા છે. અયુબીએ કહ્યું કે એક મહિલાને “આગ લગાડવામાં આવી હતી કારણ કે તાલિબાન લડવૈયાઓને તેણે બનાવેલું ભોજન પસંદ નહોતું.”

Most Popular

To Top