World

ડ્રોન હુમલામાં અલ કાયદાના આંતકી જવાહિરીનું મોત, અમેરિકાએ આ રીતે પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન

અમેરિકા: અમેરિકાએ (America) ડ્રોન હુમલામાં (Drone Attack) અલ-કાયદાના (Al Qaeda) વડા (Leader) અલ-જવાહિરીને (Al Zawahiri) મારી નાખવામાં આવ્યો છે. અલ જવાહિરી (71 વર્ષ) ઓસામા બિન લાદેનના (Osama Bin Laden) મૃત્યુ પછી આતંકવાદી સંગઠન (terrorist organization) અલ કાયદાનો નેતા હતો. જવાહિરી કાબુલમાં (Kabul) એક ઘરમાં છુપાયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (President Joe Biden) અલ-ઝવાહિરીના મોતની (Death) પુષ્ટિ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે જવાહિરી 9-11ના કાવતરામાં સામેલ હતો. આ હુમલામાં 2977 લોકોના મોત થયા હતા. દાયકાઓથી તે અમેરિકનો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે.

આ ડ્રોન હુમલો અમેરિકી ગુપ્તચર એજન્સી CIAની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી જવાહિરી કાબુલમાં રહેતો હોવાની માહિતી મળી હતી. અમેરિકાની આ કાર્યવાહીથી તાલિબાન રોષે ભરાયું છે અને તેને દોહા સમજૂતીનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

અલ-જવાહિરીની હત્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું જેમાં તેમણે અલ-જવાહિરીની હત્યાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે- અમે જવાહિરીને શોધીને મારી નાખ્યો છે. અમેરિકા અને તેના લોકો માટે ખતરો ઊભો કરનારી કોઈપણ વ્યક્તિને અમે છોડીશું નહીં. અમે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર હુમલા ચાલુ રાખીશું.

બિડેને કહ્યું કે શનિવારે મારી સૂચના પર અફઘાનિસ્તાનના કાબુલમાં સફળતાપૂર્વક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી માર્યા ગયા હતા. 11 નવેમ્બર 2001ના હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ એક બીજું પગલું છે. અંતે તેમણે કહ્યું- હવે ન્યાય મળ્યો છે. બિડેને કહ્યું કે હવે હું ક્યારેય અફઘાનિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ બનવા નહીં દઉં. સાથે જ, ભવિષ્યમાં પણ આવું ન થાય તેનું ધ્યાન રાખીશ.

જવાહિરીએ 9/11ના હુમલામાં મદદ કરી હતી
ઇજિપ્તના ડૉક્ટર અને સર્જન ઝવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)ના બંને ટાવર સાથે અથડાયા હતા. જ્યારે ત્રીજું વિમાન અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેન્કવિલેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3,000 લોકો માર્યા ગયા હતા.

અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયો
11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં અમેરિકી દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તોડી પાડી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં 2011માં અમેરિકાએ ગુપ્ત ઓપરેશન હાથ ધરી લાદેનને પાકિસ્તાનમાં ઠાર કર્યો હતો. અને હવે તેનો સાથે જવાહિરીને પણ અફઘાનિસ્તાનના કાબૂલમાં અમેરીકી એજન્સી દ્વારા મારી નાખવામાં આવ્યો છે.

રવિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો
આંતકવાદીના નેતા જવાહિરીએ કાબુલમાં શરણ લીધી હતી. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. અમેરિકાએ આ હુમલા માટે બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. શનિવારે રાત્રે 9:48 કલાકે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જવાહિરી પર હુમલા પહેલા બિડેને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે કેટલાક અઠવાડિયા સુધી બેઠક કરી હતી. એટલું જ નહીં, ખાસ વાત એ છે કે આ હુમલા સમયે કાબુલમાં એકપણ અમેરિકન હાજર નહોતો.

હક્કાની તાલિબાનના વરિષ્ઠ સભ્યો આ વિસ્તારમાં જવાહિરીની હાજરીથી વાકેફ હતા.અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે તે દોહા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાલિબાને જવાહિરીની હાજરી છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તાલિબાને પણ તેના છુપા ઠેકાણા સુધી કોઈ પહોંચી ન જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું. આ માટે તેના પરિવારના સભ્યોનું લોકેશન પણ બદલવામાં આવ્યું હતું. જો કે, યુએસએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં તેમના પરિવારને ન તો નિશાન બનાવવામાં આવ્યા છે કે ન તો કોઈ નુકસાન થયું છે. એટલું જ નહીં, અમેરિકાએ તાલિબાનને આ મિશન વિશે માહિતી પણ આપી ન હતી.

તાલિબાનની ભૂમિકા પર સવાલ
જવાહિરીની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું તાલિબાન ઓગસ્ટ 2021માં કાબુલ પર કબજો કર્યા બાદ આતંકવાદી નેતાને આશ્રય આપી રહ્યા હતા. આ પહેલા અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી અમેરિકી સેના તૈનાત છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં આ હુમલાની પુષ્ટિ કરી અને સખત શબ્દોમાં વખોડી કાઢી, તેને “આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો”નું ઉલ્લંઘન ગણાવ્યું. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ જણાવ્યું કે કાબુલમાં રવિવારે સવારે જોરદાર ધડાકો સંભળાયો. પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, “શેરપુરમાં એક ઘર પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે ઘર ખાલી હોવાથી કોઈને ઈજા પહોંચી નથી.

Most Popular

To Top