Gujarat

અમદાવાદમાં ડ્રગ્સનો સીલસીલો યથાવત: 19.41 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બેની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ડ્રગ્સ (Drugs) મળી આવવાનો સીલસીલો યથાવત ચાલી રહ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાંથી ફરી એક વખત એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે એક મહિલા સહિત બે આરોપીની એસઓજીની (SOG) ટીમે ધરપકડ (Arrest) કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાંથી પોલીસે 19.41 લાખની કિંમતનાં એમડી ડ્રગ્સ સાથે આરોપી સાદિક ઉર્ફે બાબુ અન્સારી અને રુકસાનાબાનુ ઉર્ફે આઇશા અન્સારીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે, આ ડ્રગ્સ મુંબઈથી લાવવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાની નાની પડીકીઓ બનાવીને તેનું વેચાણ કરતા હતા. આ બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચતા હતા. પોલીસે આ બંને ઉપરાંત અન્ય લોકોની સંડોવણી છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અગાઉ DRI અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશનમાં 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વાર એક સંયુકત્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી (Aurangabad) 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વાર એક સંયુકત્ત હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 23 કિલો કોકેઈન ડ્રગ્સ તથા ડ્રગ્સ બનાવવા માટેનો કાચો પાઉડર સહિત 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે સમગ્ર ઓપરેશન દરમ્યાન મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ અને ડીસીપી ડ્રગ્સ મામલે તપાસ કરી રહ્યા હતા. તેઓને ઔરંગાબાદની એક કડી મળી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈએ DRI પાસે મદદ માંગી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની ટીમે એક એક્શન પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી હતી.

Most Popular

To Top