ગ્લોબલ એક્શન પ્લાન, રીસેટ ઑસ્ટ્રેલિયા વગેરે દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કૌભાંડો અને નાગરિકોથી લઈ બાળકો સુધીની ગોપનીયતાને ખતમ કરવા માટે તેમજ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે ફેસબુકે (Facebook) તેનું નામ બદલી મેટા (Meta) રાખ્યું છે. ફેસબુકે તેનું નામ બદલીને મેટા કરી દીધું, પરંતુ ઓનલાઇન (Online) જાહેરાતોથી અબજો ડોલર કમાવવા માટે બાળકોની (Spy on Kids) જાસૂસી કરવાનું બંધ કર્યું નથી. રિપોર્ટ અનુસાર મેટા 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટને પર્સનલ કરી રહ્યું છે. હવે તે AI દ્વારા બાળકોને ટાર્ગેટ કરી રહી છે. આ બધાને ‘ઓપ્ટિમાઇઝેશન’ નામ આપવામાં આવ્યું છે. સાકા અલ્ગોરિધમનો ઉપયોગ હજુ પણ બાળકો પર દેખરેખ રાખી ડેટાને એકત્રિત કરવાનું કાર્ય કરી રહ્યાં છે. ફેસબુક આ ડેટાનો ઉપયોગ તેમની જાહેરાતો આપવા માટે કરી શકે છે. જેનાથી તેની કમાણીમાં લાખો ડોલરનો વધારો થશે. આ આરોપોને ફેસબુકે નકાર્યા છે.
વજનમાં વઘુ હોય તેવાં બાળકોની ઓળખ કરી વજન ઘટાડવાની જાહેરાત આપી શકાય છે.
રિપોર્ટ અનુસાર બાળકોના અધિકારો અને તેમના પ્રાઈવસીના અધિકાર પર કામ કરતી અમેરિકા, બ્રિટન સહિત અનેક સંસ્થાઓએ ફેસબુકને પત્ર લખ્યા છે. તેનાં જવાબમાં મેટાએ જુલાઈમાં એક ‘ખુલ્લો પત્ર’ લખ્યો હતો. આ ઉપરાંત સર્વેમાં ચિંતાઓ રજૂ કરવામાં આવી છે જેમાં ઑસ્ટ્રેલિયામાં 16-17 વર્ષના 82 ટકા લોકોના મતે, તેઓએ જોયેલી જાહેરાતો એટલી સચોટ માહિતી પર આધારિત હતી કે તેઓને ડર લાગવાં લાગ્યો હતો, 33 ટકા ભારતીય બાળકો 2017માં 14 શહેરોમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકો આ જાહેરાતોથી પ્રભાવિત થયા હતાં.