Entertainment

મુંબઈ પોલીસે પ્રતીક ગાંધીને ખભાથી ખેંચ્યો, માર્બલના ગોડાઉનમાં બેસાડી રાખ્યો અને..

ગાંધીનગર: ઢોલીવુડ (Dhollywood) અને બોલીવુડમાં (Bollywood) પોતાના ટેલેન્ટથી ઉભરનાર અભિનેત્રી પ્રતીક ગાંધીનું (Pratik Gandhi) અપમાન થયું છે. આ વાતની જાણકારી પ્રતીક ગાંધીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી જણાવી હતી. તેમણે લખ્યું હતું કે મુંબઈ પોલીસે મારું અપમાન કર્યું છે આવું તેમણે મારી સાથે કેમ કર્યું તે મને હજી સુધી કહેવામાં આવ્યું નથી.

બોલીવુડ અને ઢોલીવુડ એક્ટર પ્રતીક ગાંધીએ એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે ‘મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર VIP મૂવમૅન્ટના કારણે ટ્રાફિકજામ હતો. જેથી મેં શૂટિંગ લોકેશન પર જવા માટે પગપાળા ચાલવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોલીસે મને ખભાથી ખેંચીને એક માર્બલના ગોડાઉનમાં રાહ જોવડાવી. તેમણે આવું શા માટે કર્યું એ અંગે મને કંઈ કહેવામાં આવ્યું નહોતું. મારું અપમાન કરવામાં આવ્યું હતું.’

એક્ટર પ્રતીક ગાંધીના આ પોસ્ટ બાદ કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ કરી હતી. તેમાંથી એક યુઝર્સે લખ્યું હતું કે ઈસ્ક હૈ તો રીસ્ક હૈ, પ્રતીક ગાંધીએ આ યુઝર્સેને રિપ્લાય આપ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ કોઈ રીસ્ક ન હતું હું તો કામ પર જઈ રહ્યો હતો. પ્રતીક ગાંધીની પોસ્ટ બાદ અન્ય એક યુઝર્સે કહ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર હોવાથી આમ થયું હતું. જેના રિપ્લાયમાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘ઉપ્સ, મને ખબર જ નહોતી.’

પ્રતીક ગાંધીના ફિલ્મ કરિયરની વાત કરીયે તો છેલ્લે ભવાઈ ફિલ્માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે હવે ‘અતિથી ભૂતો ભવ’, ‘દેઢ બીઘા જમીન’, ‘વો લડકી હૈ કહાં’ તથા ‘ફુલે’માં જોવા મળશે. પ્રતીક ગાંધીની આ ફિલ્મ ‘ફુલે’ જ્યોતિરાવ ફુલે તથા સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી સાથે પત્રલેખા લીડ રોલમાં જોવા મળશે. ભારતના સમાજ સુધારક સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિરાવ ફુલેની બાયોપિક પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં પ્રતીક ગાંધી જ્યોતિરાવ ફુલેનો અભિનય કર્યો છે. 11 એપ્રિલે મહાત્મા ફુલેના જન્મજંયતિ પર ફિલ્મનો ફર્સટ લુક રિલિઝ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રતીક ગાંધીના માથા પર પાઘડી હતી અને બાજુમાં સાવિત્રીબાઈ ફુલે તરીકે અભિનય કરનારી એક્ટર પત્રલેખા મરાઠી લુકમાં જોવામાં મળી રહી છે. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા હિન્દી ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top