Dakshin Gujarat

ડાંગમાં ગેસનાં ઇન્ડિયન ગેસનાં બાટલા ભરેલી પીકઅપ પલટી

સાપુતારા : ધવલીદોડ ધુડા ગામ નજીક ઇન્ડિયન ગેસનાં (Indian Gas) બાટલા ભરેલી પીકઅપ વાન (Van) નં. જી.જે.30.ટી.7771 જેનાં પર પણ ચાલક દ્વારા કાબુ ગુમાવી દેતા માર્ગની (Road) સાઈડમાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતનાં (Accident) બનાવમાં પીકઅપ વાનને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ઇન્ડિયન ગેસનાં બાટલા સહી સલામત હાલતમાં રહેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ બન્ને અકસ્માતનાં બનાવમાં ચાલકો સહિત સવારોને નજીવી ઇજાઓ પહોચી હતી.

જ્યારે બીજા બનાવમાં વડોદરાથી નાસિક તરફ જઈ રહેલી કાર નં. જી.જે.04.બી.ઈ 9468 જે વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન નજીકનાં વળાંકમાં ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી હતી. અહી કારને ચેસીસ અને બોનેટનાં ભાગે જંગી નુકસાન થયુ હતુ.

ડોલવણના કાકડવા પાટિયા પાસે બાઇક અને મોપેડ અથડાતાં ત્રણ મહિલા ઘાયલ
વ્યારા: ડોલવણના વરજાખણ ગામે નિશાળ ફળિયામાં રહેતાં જયશ્રી જગદીશ ગામીતે એક્ટિવા નં.(જીજે ૨૬ એસી ૮૬૩૮) ઉપર પોતાની કાકી સાસુ ચંદન મનોજ ગામીત અને નિર્મળા ધર્મેશ ગામીત સાથે કાકડવા ગામે સસ્તા અનાજની દુકાને જતા હતા. એ સમયે એક ડ્યુટ કંપનીની KTM મોટરસાઈકલ નં.(જીજે ૨૧ બીએચ ૯૩૯૯)નો ચાલક મોટરસાઈકલ પૂરઝડપે હંકારી લાવી જયશ્રીબેનની મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જયશ્રીબેનને જમણા પગે પંજાની ઉપરના ભાગે ફેક્ચર તેમજ શરીરે ઓછી-વત્તી ઈજા થઈ હતી. પાછળ બેસેલા ચંદન મનોજ ગામીતને જમણા પગના ઘૂંટણ તથા નળા ઉપર તેમજ ઘૂંટીમાં ફેક્ચર થયું હતું. નિર્મળા ગામીતને શરીરે ઓછી-વત્તી ઈજા પહોંચી હતી.

વીજ થાંભલા સાથે ટેમ્પો અથડાતા ટેમ્પોના ડ્રાઈવરને કરંટ લાગ્યો
વાપી: વાપી જીઆઈડીસીમાં વીજ થાંભલા સાથે ટેમ્પો અથડાતા ટેમ્પોના ડ્રાઈવરને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ એટલા જોરથી લાગ્યો હતો કે ડ્રાઈવર ટેમ્પોમાંથી રસ્તા પર ફેંકાયો હતો. ત્યાર બાદ ટેમ્પોમાં પણ આગ લાગી જતા ભાગદોડ થઈ હતી. વાપી જીઆઈડીસીમાં વીજ થાંભલા પર ટ્રાન્સફોર્મર સાથે ટેમ્પો અથડાયો હતો જેના કારણે ટેમ્પોના ડ્રાઇવરને કરંટ લાગ્યો હતો. તે ટેમ્પોની બહાર ફેંકાયો હતો. ત્યાર બાદ ટેમ્પોમાં પણ આગ લાગી હતી. આ બનાવને પગલે એક સમયે દોડધામ મચી ગઈ હતી.

Most Popular

To Top