SURAT

ફ્રીની રેવડી વહેંચતા કેજરીવાલ સુરતમાં રેવડી આપવાનું ભૂલી ગયા, માત્ર ભાજપ પર આક્ષેપો કર્યા

સુરત: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Parti) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Aarvind kejriwal) શનિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. મોડી સાંજે અરવિંદ કેજરીવાલ સુરત (surat) પહોંચ્યા હતા અને સીમાડા નાકા પાસે આપના રાજા ગણેશ પંડાલમાં મહાઆરતી કરી હતી. મહાઆરતી બાદ અરવિંદ કેજરીવાલે સભાને સંબોધન તો કર્યુ હતું પણ તેઓ આ વખતે સુરતમાં ફ્રીની રેવડી વહેંચવાનું જાણે ભૂલી ગયા. અત્યાર સુધી જાતજાતની સ્કીમની જાહેરાતો કરનાર કેજરીવાલે સુરતમાં માત્ર ભાજપને ભાંડવાનું જ કામ કર્યું હતું. કેજરીવાલે જાણે મગરના આંસુ સારતા હોય તેમ એવું જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા દિવસથી સુઈ શક્યો નથી.

મનોજ સોરઠીયાનું ચીરાયેલા માથાનો ફોટો જોઈ સુઈ શક્યો નથી. કેજરીવાલ
મનોજ સોરઠીયાનું ચીરાયેલા માથાનો ફોટો જોઈ સુઈ શક્યો નથી. કેજરીવાલે ત્યાં સુધી એવું કહ્યું કે , મેં આરતી કરતી વેળાએ પ્રભુને પુછ્યુ કે, અમારી શું ભુલ છે? અમારા રસ્તા પર બાધા કેમ આવી રહી છે. દંભની પરાકાષ્ટા સર્જતા કેજરીવાલે જાણે ભગવાને પ્રત્યુત્તર આપ્યો હોય તેવું કહ્યું હતું કે, ત્યારે પ્રભુ તરફથી ઉત્તર મળ્યો કે, સત્યના રસ્તાઓ પર બાધા આવશે જ. બેઈમાનીનો રસ્તો સરળ હોય છે પરંતુ સત્યનો રસ્તો કઠીન છે.

કેજરીવાલે સુરતમાં મતદારોને જાણે સમજ આપવાની ભૂમિકા ભજવી
દરેક ઠેકાણે સ્કીમ જાહેર કરતાં કેજરીવાલે સુરતમાં મતદારોને જાણે સમજ આપવાની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌએ મળીને ભ્રષ્ટાચારમુક્ત ભારતનું નિર્માણ કરવાનું છે. લોકોને સારી શિક્ષા આપવાની છે અને લોકોને સુખી રાખવાના છે. ભાજપે લોકોના હાથમાં લાકડી અને બંદૂક આપી દીધી છે.હજુ ચૂંટણી પણ જાહેર થઈ નથી અને ઉમેદવારો પણ જાહેર થયાં નથી ત્યાં જાણે બ્રહ્મજ્ઞાન આવી ગયું હોય તેમ કેજરીવાલે દ્વારકામાં એવું પણ કહી દીધું હતું કે, સુરતમાં આપ 12 વિધાનસભા બેઠકમાંથી 7 બેઠક કબજે કરશે.

ભાજપે લોકોના હાથમાં લાકડી અને બંદૂક આપીઃ મનોજ સોરઠીયા
કેજરીવાલની સભાનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે ત્યાં થોડા દિવસ પહેલાં આપના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો. જેમાં મનોજ સોરઠીયાના માથામાં ઈજા પહોંચી હતી. કેજરીવાલ ગણેશ પંડાલમાં પહોંચ્યા ત્યારે મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં મનોજ સોરઠીયાએ કેજરીવાલ સાથે શ્રીજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો. મનોજ સોરઠીયા કહ્યું હતું કે અહીંયા ગણપતિની સ્થાપના ન થાય, આપની વાત ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપે લોકોના હાથમાં લાકડી અને બંદૂક આપી છે.

Most Popular

To Top