SURAT

સુરતમાં યુવકનાં લગ્નની કંકોત્રીમાં ભગવાનના બદલે આઝાદીનાં લડવૈયાને સ્થાન

સુરત (Surat) : આમ તો સુરત (Surat) વાસીઓ કઈકને કંઇક નવું કરતા જ રહેતા હોય છે. આ ઉપરાંત હાલમાં લગ્ન (Wedding) ની મોસમ ચાલી રહી છે. તો લગ્નની આ સીઝનમાં લગ્નમાં કઈક અનોખું કરવાનું લોકો વિચારે છે. ત્યારે સુરતનાં યુવકની આ અનોખી (Unique) કંકોત્રી (Wedding Card) એ લોકોનું ધ્યાન ખેચ્યું છે. પોતાના લગ્નમાં સુરતનાં એક યુવકે એવી અનોખી કંકોત્રી બનાવી છે કે તમને જાણીને નવાઈ લાગશે. યુવકે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આ થીમ પર અનોખી કંકોત્રી બનાવી છે.

લગ્નની કંકોત્રીમાં સ્વાતંત્ર સેનાનીઓના નામ અને ફોટાને સ્થાન
લગ્ન દરેક લોકોનાં જીવનમાં આવતો સૌથી યાદગાર પ્રસંગ હોય છે. ત્યારે આ યુવકે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. યુવકે પોતાના લગ્ન કંકોત્રીમાં આઝાદ અમૃત મહોત્સવની થીમ પર દેશને આઝાદી અપાવનાર લડવૈયાઓને કંકોત્રીમાં સ્થાન આપ્યું છે. સામાન્ય રીતે હિંદુ સંસ્કૃતિમાં કંકોત્રીની શરૂઆત જ ભગવાનનાં નામથી થતી હોય છે સાથે જ ભગવાનના ફોટાને સ્થાન આપવા આવે છે. પરંતુ સુરતમાં યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં રાષ્ટ્ર પ્રેમને સ્થાન આપ્યું. લગ્નની કંકોત્રીમાં એક પણ જગ્યાએ કોઈ પણ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેઓએ ભગવાનની જગ્યાએ આપણા દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર સેનાનીઓના નામ અને ફોટાને સ્થાન આપ્યું હતું. અને અનોખી દેશ ભક્તિ બતાવી હતી.

કંકોત્રીના પહેલા પાના પર આઝાદી કા અમૃત મહોત્સવની ઝલક
સુરતમાં રહેતા અને વર્ષોથી કલામ લાઇબ્રેરી ચલાવતા ગુજરાત કલામ સેન્ટરના અંડર સેક્રેટરી કરણ ચાવડાએ તેમના લગ્ન નિમિત્તે આ અનોખી કંકોત્રી છપાવી છે. સામાન્ય પણે લગ્નકંકોત્રીમાં પ્રથમ પાના પર ભગવાનના ફોટો જોવા મળે છે. જોકે, તેની જગ્યાએ કરણ ચાવડા અને શિવાંગીના 8 ડિસેમ્બરે થનારા લગ્ન સમારોહની કંકોત્રીમાં સરદાર વલ્લભ ભાઇ પટેલ, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના ફોટો છાપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ સિવાય હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂરા થયા હોય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કરણ ચાવડાની કંકોત્રીના પહેલા પાના પર આઝાદી કા અમૃત મહોત્સવની ઝલક દેખાડી હતી.

આઝાદીના ઘડવૈયા જ આપણા ખરા ભગવાન: કરણ ચાવડા
કરણ ચાવડાએ જણાવ્યું હતું કે આઝાદીના ઘડવૈયા એવા સરદાર, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝે કારણે આપણે દેશવાસીઓ સ્વતંત્ર વાતાવરણમાં જીવી રહ્યા છે. દેશની ગુલામી એમના કારણે ગઈ છે. જેથી ખરેખર તો આપણા માટે તો તે જ ભગવાન કહેવાય તેવું હું માનું છું. ત્યારે લગ્ન સમારોહ વેળાએ તેમને યાદ કરવા એ સૌ નાગરિકોની ફરજ છે. આ ઉપરાંત આજના આધુનિક ચલન પ્રમાણે લગ્નમાં કરવામાં આવતા પ્રી-વેડિંગનાં બદલે પરિવારે ગરીબ બાળકોને ભોજન કરાવવા માટેનું સામાજિક કાર્ય પણ કર્યું છે.

Most Popular

To Top