Charchapatra

ડબલ એન્જિનની ટ્રેન

ગાડીમાં તકલીફ હશે કે એક એન્જિન નબળું હશે? જે હોય તે, પણ વારંવાર ડબલ એન્જિનનો ઉલ્લેખ અને પ્રચાર થઈ રહ્યો છે. ગુરુજી આ શબ્દ વાપરે પછી ચેલાઓએ પણ વાપરવો પડે છે. સંવેદનશીલ મુખ્યમંત્રીને રાતોરાત ઘરે બેસાડ્યા પછી પણ મંઝિલ સુધી પહોંચવા બાબતે શંકા હોવાથી નવાં નવાં ગતકડાં અને સૂત્રો માથે મરાય છે. ટ્રેન સાથે કોઈ પશુ ટકરાય અને ઇજાગ્રસ્ત થાય તે પહેલાં લોકોના માનસમાં ટ્રેનને ડબલ એન્જિન છે  અને પોતાની ટ્રેનમાં જ મુસાફરી સલામત છે એમ ઠસાવવાનો પ્રચાર ચાલી રહ્યો છે.  શિક્ષણ, આરોગ્ય, કાયદો – વ્યવસ્થા છેલ્લા બે દશકમાં કઈ સ્થિતિએ પહોંચ્યા છે એનાથી પ્રજા અજાણ નથી જ. પણ પ્રજાને બીજી  ટ્રેનમાં મુસાફરી કરવી જોખમકારક છે એવું ઠસાવી પોતાની ટ્રેનનું બુકિંગ જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. હવે પ્રજાએ સમજવાનું છે કે જે ડર બતાવાય છે એ સાચો છે કે ખોટો? વળી, એ નક્કી કરવા બીજી ટ્રેનની મુસાફરી કરી જોવી જોઈએ કે નહીં? અનુભવથી મોટી કોઈ નિશાળ નથી. જે ટ્રેનમાં ઘણાં વર્ષોથી મુસાફરી કરી રહ્યાં છીએ તેનું તટસ્થ રીતે જાતે જ નિરીક્ષણ કરવાની જરૂર છે. કોઈ કહે એ જ માની લેવામાં ડહાપણ નથી. ભરમાશે તે ભેરવાશે એ નક્કી છે.
સુરત     – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જુની દીવાળી યાદ આવી ગઈ!
પરિવર્તન એ સંસારનો નિયમ છે પરંતુ તહેવારોની પરંપરામાં જળમૂળથી પરિવર્તન જોઈ છે. મને જુની દિવાળીનાં સ્મરણો તાંજા થઈ ગયા જેનાથી મારું મનને વિશિષ્ટ આનંદની અનુભુતી થઈ. આજની આધુનિક દીવાળીઓ જોઈ સ્વભાવિક રીતે યેન અને દિમાંગ તેની સરખામણી જુની દિવાળી સાથે કરી રહ્યો હતો. અસલની દીવાળીની પ્રાથમિક શરૂઆત નવરાત્રી પુરી થતાં જ ઘર સફાઈનો અભિયાન સાથે શરૂ થાય છે. પછી અગિયારસથી નવા વર્ષનો પર્વ રોજની જુદાજુદા રંગોની રંગ બિરંગી રંગોળી, ફટાકડાની ધરખમ ખરીદી અને દિવાળીની રાત્રે નિરંતર આતશબાજીના અવાજોથી ગુંજતું આકાશ અને પછી નવા વર્ષની વહેલી સવારે નાહી-ધોઈ નાના બાળકોથી અને વડીલોએ ફરજીયાત નવા કંપડા પહેરવા મા-બાપ અને વડીલોને પગે લાગી આશીર્વાદ લેવા અને તે દિવસે મંદીરે દર્શન કરવા ફરજીયાત જવાનું જ પરંતુ આજે મોબાઈલમાં સંપાદિત થઈ ગયેલી દીવાળી જોઈ અને જુની યાદગાર અને યાદગાર દીવાળી બહુજ યાદ આવી.
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top