મંત્રાલયના ચેમ્બરમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે થયેલી પાંચ મિનિટની મુલાકાતે રાજ્યના રાજકારણમાં પવારના આગામી કદમ અંગે અટકળો તેજ કરી દીધી છે. શિવસેના (યુબીટી) અને કોંગ્રેસના નેતાઓ, જેઓ પવારની એનસીપી સાથે ગઠબંધનમાં છે, તેઓ ચિંતિત છે. એવી અટકળો ચાલી રહી છે કે, પવાર એનડીએમાં સામેલ થઈ શકે છે. જોકે, પવાર પોતાના નબળા પડેલા પક્ષ અને પુત્રી સુપ્રિયા સુલેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ત્રણ સંભવિત રાજકીય માર્ગો શોધી રહ્યા છે.
એક વિકલ્પ કોંગ્રેસ સાથે વિલય કરવાનો છે. બીજો વિકલ્પ ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથે સમજૂતી કરવાનો છે. ત્રીજી શક્યતા એનસીપીના બંને જૂથોનું ફરીથી એક થવું તે છે. એવું કહેવાય છે કે, જો સુપ્રિયા સુલે અને તેમના વફાદારોને મહત્ત્વના હોદ્દા આપવામાં આવે તો પવાર એનસીપી (એસપી)ને કોંગ્રેસમાં ભેળવી દેવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ તરીકે પોતાના જૂથના નેતાની નિમણૂકની માંગ કરી છે. તેમણે સુપ્રિયા સુલેને વાઇસ-પ્રેસિડેન્ટ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)માં યોગ્ય પ્રતિનિધિત્વ માંગ્યું છે. આવા વિલયથી એક સ્વતંત્ર પક્ષ તરીકે એનસીપી (એસપી)નું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. આનાથી પવાર ફરીથી કોંગ્રેસ સાથે જોડાઈ જશે, જેને તેમણે ૧૯૯૯માં સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે છોડી દીધી હતી.
કોંગ્રેસ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી હોવાના અહેવાલ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે આ બાબતે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓનો અભિપ્રાય માંગ્યો છે. જોકે, તેમણે ધ્યાન દોર્યું છે કે પવાર જૂથનો પક્ષમાં સમાવેશ વધુ સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો પવાર પોતાના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દેશે તો તેમના નેતાઓ સંગઠનાત્મક નિર્ણયો પર પ્રભુત્વ મેળવી શકે છે. તેમણે હાઈકમાન્ડને આ પ્રસ્તાવ પર કાળજીપૂર્વક વિચાર કરવા વિનંતી કરી છે. દરમિયાન એનસીપી (એસપી)ના નેતાઓ અને ભાજપ વચ્ચેના સંપર્કોએ સંભવિત એનડીએ જોડાણ વિશેની અટકળોને હવા આપી છે. મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટલમાં જયંત પાટીલ અને ભાજપના નેતા વિનોદ તાવડે વચ્ચેની તાજેતરની મુલાકાતે આ ચર્ચામાં ઉમેરો કર્યો છે.
એવું માનવામાં આવે છે કે, જો આ ગઠબંધન થાય તો પવારે સુપ્રિયા સુલે માટે કેન્દ્રીય મંત્રી પદ અને મહારાષ્ટ્રમાં બે મંત્રાલયોની માંગણી કરી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ અવારનવાર પવારને મહારાષ્ટ્રના ‘સૌથી કદાવર, વરિષ્ઠ અને આદરણીય નેતા’ તરીકે ગણાવ્યા છે. તેઓ કહે છે કે જો પવાર એનડીએમાં જોડાવાનો નિર્ણય કરે છે તો તેમનું સ્વાગત છે. તેમની વહીવટી ક્ષમતા અને રાજકારણ પરની પકડ બેજોડ છે. ઘણા રાજકારણીઓ સલાહ માટે તેમની પાસે જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયંત પાટીલે એનડીએમાં જોડાવા અંગેની ચર્ચાના અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે રાજકીય નેતાઓ નિયમિતપણે પક્ષની રેખાઓથી પર રહીને એકબીજાને મળતા હોય છે. સુપ્રિયા સુલેએ કહ્યું, “અમે સરકાર દ્વારા રચાયેલી વિવિધ સમિતિઓનો પણ ભાગ છીએ જ્યાં વિવિધ પક્ષોના સાંસદો સભ્યો હોય છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીએ છીએ અને સત્તાધારી તથા વિરોધ પક્ષોના સાંસદોને મળીએ છીએ; તેનો અર્થ એ નથી કે અમે તેમની સાથે જોડાઈ રહ્યા છીએ.” એનસીપી (એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે પણ ભાજપને સમર્થન આપવાની અટકળોને નકારી કાઢી હતી.
મહા વિકાસ આઘાડીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે જ વર્ષના અંતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકોમાંથી ૨૩૫ બેઠકો જીતી લીધી. આ પરિણામે ત્રણેય પક્ષો – શરદ પવારની એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની સેના (યુબીટી) ત્રણેયને ગંભીર રીતે નબળા પાડી દીધા.
એકનાથ શિંદેની શિવસેનાએ કહ્યું છે કે, પવાર લોકોની નાડ જાણે છે અને જો તેઓ મહાયુતિ ગઠબંધનમાં જોડાશે તો આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી, પરંતુ નારાજ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) આક્રમક મૂડમાં છે. યુબીટી નેતા સંજય રાઉતે કહ્યું, “પવાર શિંદેને બીજે ક્યાંય પણ મળી શક્યા હોત. તેમને તેમની સત્તાવાર ચેમ્બરમાં મળવાની કોઈ જરૂર નહોતી. આવું કરીને શરદ પવાર પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે.” એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, તમારા ઘરે કે ઓફિસે આવનાર કોઈપણ વ્યક્તિનું સ્વાગત થવું જોઈએ. શિંદેએ કહ્યું, “આ મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનો એક ભાગ છે. પવાર જેવા વરિષ્ઠ નેતા તેમને મળવા આવ્યા હોવાથી તેમણે જે જરૂરી હતું તે કર્યું.”
એ વાત સાચી છે કે, પવારની રાજનીતિની શૈલીના કારણે દરેક રાજકીય પક્ષમાં તેમના મિત્રો છે. તેમના મોટા ભાગની જગ્યાઓએ સંબંધો છે. તેથી, તેમના નજીકના સહયોગીઓ કહે છે કે તેઓ ક્યાં જાય છે કે કોને મળે છે તેને મુદ્દો બનાવવો જોઈએ નહીં, પરંતુ જ્યારે એકનાથ શિંદેનું નામ સામે આવે છે ત્યારે ઉદ્ધવ સેનાને સમસ્યા થાય છે. દરેક વ્યક્તિ એવું માની રહી છે કે, પવાર એનડીએમાં જોડાવા માટે ભાજપ સાથે ડીલ કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, સુનેત્રા પવારની આગેવાની હેઠળની એનસીપીએ પવાર જૂથને ગઠબંધનમાં સામેલ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. પક્ષના એક ટોચના નેતાએ આ અંગે રાજ્ય અને નવી દિલ્હીમાં ભાજપ નેતૃત્વને જાણ કરી દીધી છે.
પવારના પક્ષનો એક વર્ગ એવું માને છે કે, વાસ્તવમાં તેઓ સમય લઈ રહ્યા છે. તેઓ જોવા માંગે છે કે ઈરાન યુદ્ધ, નીટ પેપર લીક વિવાદ અને રામ મંદિર દાન ચોરીની ઘટનાઓ પછી વડા પ્રધાન મોદી માટે રાજકીય પવન કઈ તરફ ફૂંકાય છે. પવારને નિર્ણય લેવા માટે મજબૂર કરી શકે તેવી એકમાત્ર બાબત બીજેપીનું દબાણ હોઈ શકે છે, જો તેઓ સંસદમાં સીમાંકન બિલ પસાર કરવા માંગતી હોય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.