Life Style

મૂળ સુરતની શિક્ષા જૈન અંડર-૧૫માં દેશની શ્રેષ્ઠ ગોલ્ફર બની

સુરત સિટીમાં ઘણા સ્પોર્ટ્સ રમાય છે આમ છતાં સુરત ક્યાંકને ક્યાંક ગોલ્ફમાં પાછળ હોવાનો અહેસાસ થાય. સુરતમાં ગોલ્ફ કોર્સ નથી એટલે સુરતી બાળકોને સુરતમાં જ ગોલ્ફ રમવા માટે તક નથી મળતી. આ સ્થિતિ વચ્ચે પણ પ્રોફેશનલ ગોલ્ફમાં કાઠું કાઢનાર મૂળ સુરતના શૌર્ય બીનુ, કે જેઓની વાત આપણે અગાઉ અહીં “સિટીપલ્સ”માં જ કરી ચૂક્યા છે તે બાદ હવે વધુ એક મૂળ સુરતના સની જૈનની 14 વર્ષની દીકરી શિક્ષાએ ગોલ્ફ જુનિયર પ્લેયર્સની કેટેગરીમાં નેશનલ લેવલ પર નમ્બર 1 સ્થાન હાંસલ કરીને સુરતીઓને ગૌરવ અપાવ્યું છે. આ હોનહાર ગોલ્ફ પ્લેયર શિક્ષાનો જન્મ સુરતમાં થયો હતો. ગોલ્ફ ખૂબ એક્સપેન્સિવ રમત હોવાથી રોયલ ગેમ ગણાય છે. તેની એક કીટ જ 3 લાખ રૂ.ની આવતી હોય. વળી, આ ગેમ તમારા ધૈર્યની પરીક્ષા કરે છે. 2030માં એશિયન ગેમ્સ આવશે અને 2032માં ઓલિમ્પિકના વર્લ્ડ રેન્કિંગ આગળ વધારવા શિક્ષા કલાકોને કલાકો પ્રેક્ટિસ કરી રહી છે. શિક્ષા જૈન ગોલ્ફ તરફ કઈ રીતે વળી, ગોલ્ફમાં કઈ કઈ સિદ્ધિઓ હાંસિલ કરી છે અને તેના પરિવારનો એને કેવો સપોર્ટ છે તેના વિશે આપણે જાણીએ…

મૂળ સુરતી પરિવારમાં શિક્ષાનો જન્મ થયો હતો

ગોલ્ફ જુનિયર કેટેગરીના પ્લેયર્સમાં દેશમાં ટોચની ગોલ્ફ પ્લેયર શિક્ષા જૈનનો જન્મ 2011માં સુરતમાં થયો હતો. તેમના ફાધર સની જૈનના માતા-પિતા અને ભાઈ ભટાર રોડ વિસ્તારમાં રહે છે અને ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે. સની જૈનનું સ્ફુલિંગ અને કોલેજનું એજ્યુકેશન સુરતમાં થયું છે. સુરતની કોલેજમાં તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ તેમણે C.A.(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની સ્ટડી કર્યા બાદ તેમને પુણેમાં જોબ લાગી હતી. જયપુરમાં તેમને સારી ઓપુર્ચ્યુનિટી મળતા તેઓ ત્યાં શિફ્ટ થયા હતાં. તેમણે શિક્ષાને ઉચ્ચ કક્ષાની ગોલ્ફ પ્લેયર બનાવવામાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરી. શિક્ષા સુરતમાં જ જન્મી હોવાથી તેનામાં પણ સુરતીપણું જોવા મળે છે તેને પણ સુરતી જમણ પ્રિય છે.
112 ટુર્નામેન્ટમાં વિનર બની છું, ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય: શિક્ષા જૈન

માત્ર 14 વર્ષની ઉંમરમાં જ શિક્ષાએ ગોલ્ફમાં 112 ટુર્નામેન્ટમાં વિનર થઈને કમાલ કરીને બતાવી છે. શિક્ષાએ જણાવ્યું કે, મારે ગોલ્ફ ટૂર્નામેન્ટ માટે સતત ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે મારા મમ્મી મારી સાથે ટ્રાવેલ કરે. મારા ફાધર અને મારો નાનો ભાઈ ઘરે હોય. મારા કોચ જસ્સી ગરેવાલના અનુભવોનો મને ઘણો લાભ મળ્યો છે. તેઓ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા છે. હું રોજ 7થી 8 કલાક ગોલ્ફની પ્રેક્ટિસ કરું છું. ગોલ્ફની પ્રેક્ટિસની શરૂઆત મેં જયપુરના રામબાગ ગોલ્ફ ક્લબથી કરી હતી. હું જ્યારે ગોલ્ફ રમવા લાગી હતી ત્યારે જયપુરમાં પણ ગોલ્ફનું કલ્ચર બહુ નહીં હતું પણ હવે ઘણું વિકસ્યું છે. ગોલ્ફ માટે મારે ઘણો સમય આપવો પડતો હોવાથી હું રેગ્યુલર સ્કૂલ નથી જઈ શકતી પણ મને સ્કૂલનો પૂરો સપોર્ટ મળે છે. પ્રેક્ટિસના વ્યસ્ત શિડયુલ વચ્ચે પણ હું ટ્યુશન માટે એક કલાકનો સમય કાઢું છું. હું ઇન્ટરનેશનલ લેવલ પર સિંગાપોર, મલેશિયા, હુઆ હિન, ચિયાંગ માઈમાં રમી છું. મારું અત્યારે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય છે જે માટે હું કઠોર પ્રેક્ટિસ કરી રહી છું. મારો સૌથી સારો અનુભવ કહું તો હું ફર્સ્ટ ટાઈમ ઓપન કેટેગરી રમી હતી જે હું ઓલઓવર જીતી હતી.

ગોલ્ફ રમવું કેમ ગમવા લાગ્યું?
શિક્ષા માત્ર 7 વર્ષની હતી ત્યારથી તે ગોલ્ફ રમવા લાગી હતી. તેના ફાધર સની જૈનના કહેવા પ્રમાણે શિક્ષા ચાર વર્ષની હતી ત્યારથી તે વિવિધ સ્પોર્ટ્સ રમવા લાગી. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને સ્વિમિંગ ટ્રાય કર્યું પણ તે 6-6 કે આઠ મહિનામાં જે તે સ્પોર્ટ્સથી કંટાળી જતી. તેણે પછી ગોલ્ફ ટ્રાય કર્યું. તેમાં ટુર્નામેન્ટ રમવા લાગી પછી તેને ગોલ્ફમાં સારો એવો ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. ગોલ્ફમાં 18 હોલ એટલે કે સાડા ત્રણ ચાર કિલોમીટર એરિયા ચાલીને રમવું પડે. ગોલ્ફ રમવું ઘણું ખર્ચાળ ગણાય છે. તેની એક કીટ 3 લાખ રૂ.ની આવે. તેમાં 14 આયર્ન (ક્લબ) હોય. વિવિધ આયર્નથી શોટ મારવાના હોય. બ્રાન્ડેડ કંપનીના આર્યન હોવા જોઈએ, નહી તો શોટની એક્યુરસી પર અસર પડે.
શિક્ષાને બેસ્ટ ગોલ્ફ પ્લેયર બનાવવા તેની સ્કૂલને લઈને રિસ્કી ડીસીઝન લીધું હતું: સની જૈન
શિક્ષા આજે દેશમાં ગોલ્ફ જુનિયર્સ પ્લેયર્સમાં ટોપ પર છે. તેને ઉચ્ચ કક્ષાની પ્લેયર બનાવવામાં તેના પેરેન્ટ્સની મહેનત રહી છે. તેમણે જણાવ્યું કે, ગોલ્ફની લાંબી પ્રેક્ટિસમાં શિક્ષાને પાંચ કલાક લાગતા. સ્કૂલ જવું, ટ્યુશનમાં જવું આ બધામાં શિક્ષા પાસે ગોલ્ફ રમવા સમય રહેતો નહી. પછી મેં એક રિસ્કી ડીસીઝન લીધું. તે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તેની સ્કૂલ મેં છોડાવી, આ માટે મારે પરિવારના અગેન્સ્ટ જવું પડ્યું. મેં વિચાર્યું જો તેનું ગોલ્ફમાં સારું પરફોર્મન્સ નહીં રહે તો આવતા વર્ષથી તેને ફરી સ્કૂલ જોઈન્ટ કરાવીશું. શિક્ષાનું ગોલ્ફમાં ખૂબ સારું પરફોર્મન્સ રહેતાં જયપુરની નીરજા મોદી સ્કૂલે તેને સ્પોન્સરશીપ ઓફર કરી અને સ્પોર્ટ્સ કોટામાં તેને સ્કૂલમાં એડમિશન આપ્યું.
શિક્ષા ગોલ્ફમાં નેશનલ લેવલ પર નમ્બર 1 પર છે
શિક્ષા જૈન હજી તો માત્ર 14 વર્ષની છે પણ ગોલ્ફમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે આજે નેશનલ લેવલ પર અંડર 15 કેટેગરીમાં તે નમ્બર 1 પર છે. ઓવર ઓલ કેટેગરી અંડર 22 માં તે 12માં નમ્બર પર છે. તે 4 વર્ષની હતી ત્યારથી અલગ અલગ સ્પોર્ટ્સ રમતી હતી. જેમકે, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને સ્વિમિંગ પણ કરતી હતી. 7 વર્ષની ઉંમરે તેણે ગોલ્ફ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું. જોકે, પછી કોવિડ સમયે બે વર્ષ તે રમી નહોતી શકી પછી તો તેણે ગોલ્ફ ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું અને પછી ધીરે ધીરે તેમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. વર્લ્ડ રેન્કિંગમાં તે ટોપ 1500માં છે અને એક વર્ષમાં તે વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 500માં સ્થાન મેળવે તે માટે કોશિશ કરી રહી છે.

સુરતનો લોચો ભાવે અને ડુમસનો દરિયા કિનારો ફેવરિટ

શિક્ષા અવારનવાર સુરત આવતી હોય છે. તેને સુરતી લોચો બહુ ભાવે છે તથા ડુમસના દરિયા કિનારે ફરવું ગમે છે. અહીં દરિયા કિનારે કાચી કેરી મળે છે જેનો ટેસ્ટ તેને યમ્મી લાગે છે. આવી કાચી કેરી તેને જયપુરમાં ખાવા નથી મળતી. તેનું કહેવું છે કે સુરતમાં ગોલ્ફ કોર્સ નથી જો સુરતમાં તેની સુવિધા ઉભી થાય તો ગોલ્ફ રમવા માટે ઘણાને પ્રોત્સાહન મળે. સુરતમાં કેફેમાં તદ્દન નાના પાયે ગોલ્ફની પ્રેક્ટિસ થઈ શકે છે.
112 ટુર્નામેન્ટમાં વિનર બની છું, ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય: શિક્ષા જૈન
માત્ર 14 વર્ષની ઉંમરમાં જ શિક્ષાએ ગોલ્ફમાં 112 ટુર્નામેન્ટમાં વિનર થઈને કમાલ કરીને બતાવી છે. શિક્ષાએ જણાવ્યું કે, મારે ગોલ્ફ ટૂર્નામેન્ટ માટે સતત ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે મારા મમ્મી મારી સાથે ટ્રાવેલ કરે. મારા ફાધર અને મારો નાનો ભાઈ ઘરે હોય. મારા કોચ જસ્સી ગરેવાલના અનુભવોનો મને ઘણો લાભ મળ્યો છે. તેઓ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા છે. હું રોજ 7થી 8 કલાક ગોલ્ફની પ્રેક્ટિસ કરું છું. ગોલ્ફની પ્રેક્ટિસની શરૂઆત મેં જયપુરના રામબાગ ગોલ્ફ ક્લબથી કરી હતી. હું જ્યારે ગોલ્ફ રમવા લાગી હતી ત્યારે જયપુરમાં પણ ગોલ્ફનું કલ્ચર બહુ નહીં હતું પણ હવે ઘણું વિકસ્યું છે. ગોલ્ફ માટે મારે ઘણો સમય આપવો પડતો હોવાથી હું રેગ્યુલર સ્કૂલ નથી જઈ શકતી પણ મને સ્કૂલનો પૂરો સપોર્ટ મળે છે. પ્રેક્ટિસના વ્યસ્ત શિડયુલ વચ્ચે પણ હું ટ્યુશન માટે એક કલાકનો સમય કાઢું છું. હું ઇન્ટરનેશનલ લેવલ પર સિંગાપોર, મલેશિયા, હુઆ હિન, ચિયાંગ માઈમાં રમી છું. મારું અત્યારે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય છે જે માટે હું કઠોર પ્રેક્ટિસ કરી રહી છું. મારો સૌથી સારો અનુભવ કહું તો હું ફર્સ્ટ ટાઈમ ઓપન કેટેગરી રમી હતી જે હું ઓલઓવર જીતી હતી.

Most Popular

To Top