ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. આ સાથે ગુજકેટ 2026ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિજ્ઞાન પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને ફિઝિક્સ સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા – સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું 94.85 ટકા- સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 42.98 ટકા પરિણામ- A ગ્રુપનું પરિણામ 90.79 ટકા જ્યારે B ગ્રુપનું પરિણામ 79.87 ટકા અને AB ગ્રુપનું પરિણામ 69.44 ટકા- છોકરાઓનું 84.04 ટકા અને છોકરીઓનું 84.5 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું આજે પરિણામ 84.33 ટકા જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં કુલ 156 કેન્દ્રો ઉપર 1,18,973 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1,18,256 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93,678 પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આથી રાજ્યમાં ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામને વિગતવાર જોઈએ તો રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા રહ્યું છે. જેનું પરિણામ 98.62 ટકા, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દાહોદનું લીમડી જેનું પરિણામ 42.98 ટકા આવ્યું છે. તેવી જ રીતે મોરબી જિલ્લાનું સૌથી વધુ 94.85 ટકા પરિણામ, જ્યારે દાહોદ જિલ્લાનું 57.44 ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રાજ્યમાં 209 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 22 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું નોંધાયું છે.
ગ્રેડવાર પરિણામ જોઈએ તો 1576 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, જ્યારે 11776 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13 ટકા, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32 ટકા આવ્યું છે. A ગ્રુપના ઉમેદવારનું પરિણામ 90.79 ટકા, B ગ્રુપમાં ઉમેદવારોનું પરિણામ 79.44 ટકા, જ્યારે AB ગ્રુપના ઉમેદવારનું પરિણામ 69.44% આવ્યું છે. 194 દિવ્યાંગ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જ્યારે 36 ઉમેદવારોને 20 ટકા પાર્સિંગ સ્ટાન્ડર્ડનો લાભ આપવામાં આવ્યો છે. આ પરીક્ષા દરમિયાન 15 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા હતા.
ગુજકેટમાં A ગ્રુપમાં 695 જ્યારે B ગ્રુપમાં 764 વિદ્યાર્થીના 99થી વધુ પર્સેન્ટાઇલ
ગાંધીનગર : ગુજકેટમાં ઉમેદવારોની કામગીરીનું પર્સેન્ટાઈલ રેન્ક મુજબ જોઈએ તો, 99થી ઉપર પર્સેન્ટાઈલ મેળવાર A ગ્રુપમાં 695 ઉમેદવારો અને B ગ્રુપમાં 764 ઉમેદવારોનો સમાવેશ થાય છે..
98 થી ઉપર પર્સેન્ટાઈલમાં A ગ્રુપમાં 1,233 અને B ગ્રુપમાં 1,563 ઉમેદવારો છે, જ્યારે 96 થી ઉપરના રેન્કમાં આ સંખ્યા વધીને અનુક્રમે 2,293 અને 3,088 થાય છે. 94 થી ઉપર પર્સેન્ટાઈલમાં A ગ્રુપમાં 3,454 અને B ગ્રુપમાં 4,554 ઉમેદવારો છે. 90 થી ઉપરના રેન્કમાં આ સંખ્યા A ગ્રુપમાં 5,795 અને B ગ્રુપમાં 7,615 છે. 75 થી ઉપર પર્સેન્ટાઈલમાં A ગ્રુપના 14,308 અને B ગ્રુપના 18,897 ઉમેદવારો જોવા મળે છે. 50 થી ઉપર પર્સેન્ટાઈલમાં અનુક્રમે 28,580 અને 37,908 થાય છે. 20 થી ઉપર પર્સેન્ટાઈલમાં A ગ્રુપમાં 45,748 અને B ગ્રુપમાં 60,949 ઉમેદવારો છે, જ્યારે 0 થી ઉપરના કુલ ઉમેદવારોમાં A ગ્રુપમાં 57,131 અને B ગ્રુપમાં 75,454 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક નજરે
કુલ કેન્દ્રો 535
ઉમેદવારોની સંખ્યા 4,35,102
પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા 4,03,362
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર 100 ટકા તળાવ, કોટડા, ટાંગવાઈ, પ્રશ્નાવડા
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 64.88 ટકા કારઠ
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો 97.88 ટકા આહવા ડાંગ
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો 87.10 ટકા અમદાવાદ જિલ્લો
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 2030
10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 13
20% પાસિંગ થી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 612
ગેરરીતિના કેસની સંખ્યા 164
પ્રવાહવાર નિયમિત ઉમેદવારોનું પરિણામ
સામાન્ય પ્રવાહનું 92.69 ટકા
વ્યવસાયલક્ષી પ્રવાહ નું 92.07 ટકા
ઉ.ઉ. બુનિયાદી પ્રવાહનું 94.32 ટકા
આમ કુલ પરિણામ 92.71 ટકા રહ્યું છે.
ગ્રેડવાર પરિણામ
A-1 7435
A-2 38226
B1 65963
B2 90,672
C-1 1, 03,139
C-2 77,860
D 15,939
E-1 292
અંગ્રેજી માધ્યમનો દબદબો- 94.46 ટકા પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામ મુજબ કુલ 4,36,572 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,35,102 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે. જેમાં અંગ્રેજી માધ્યમનું 94.46 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાતી માધ્યમમાં 3,73,708 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3,72,467 હાજર રહ્યા હતા. જેનું 92.63 ટકા પરિણામ નોંધાયું છે.
અંગ્રેજી માધ્યમમાં 49,405 વિદ્યાર્થીઓમાંથી 49,246 હાજર રહ્યા હતા, જેનું 94.46 ટકા પરિણામ આવ્યું છે. હિન્દી માધ્યમમાં 87.30 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે મરાઠી અને ઉર્દૂ માધ્યમમાં અનુક્રમે 92.99 ટકા અને 97.61 ટકા પરિણામ, ઓડિયા માધ્યમમાં માત્ર 12 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 75% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક નજરે
કુલ કેન્દ્રો 156
ઉપસયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1,11,090
નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 84.33 ટકા
વિદ્યાર્થીઓનું પરિણામ 84.04 ટકા
વિદ્યાર્થીનીઓનું પરિણામ 84.5 ટકા
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા 98.62 ટકા
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમડી 42.98 ટકા
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 94.85 ટકા
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 57.44 ટકા
સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 209
10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 22
A-1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576
A-2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા 11,756
અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 85.13 ટકા
ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 84.32 ટકા
A ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 90.79 ટકા
B ગ્રુપ ના ઉમેદવારોનું પરિણામ 79.87 ટકા
AB ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 69.44 ટકા
દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 194
20% પાસિંગ લાભ સાથે પાસ દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 36
ગેરરીતીના કેસની સંખ્યા 15
A ગ્રુપનું પરિણામ સૌથી વધુ 90.79 ટકા
ગ્રુપવાર પરિણામ જોઈએ તો A ગ્રુપમાં 45,362 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 41,185 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા પરિણામ 90.79 ટકા, જ્યારે B ગ્રુપમાં 65,692 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 52,468 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા પરિણામ 79.87 ટકા, જ્યારે AB ગ્રુપમાં 36 પરીક્ષાથીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 25 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં પરિણામ 69.44 ટકા આમ કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે.
ગ્રેડવાર ઉમેદવારોની સંખ્યા
A -1 1576, A-2 11,756, B-1 19,310, B-2 20,791, C-1 20,859, C-2 16047, D 3,321 અને E-1 18 ઉમેદવાર
વિષયવાર પરિણામની વિગતો
ગુજરાતી 99.80 ટકા, હિન્દી, મરાઠી, ઉર્દુ 100 ટકા, અંગ્રેજી (એફએલ) 99.55 ટકા, અંગ્રેજી (એસએન) 94.57 ટકા, ગણિત 92.76 ટકા, કેમેસ્ટ્રી 85.94 ટકા, બાયોલોજી 88.91 ટકા, ભૌતિકશાસ્ત્ર 85.27 ટકા, કોમ્પ્યુટર 98.58 ટકા આવ્યું છે.
વિષયવાર પરિણામ – ત્રણ વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓના પાસ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી વધુ ત્રણ વિષયમાં 7298 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે
એક વિષયમાં 791, બે વિષયમાં 5939, ત્રણ વિષયમાં 7298, ચાર વિષયમાં 2677, પાંચ વિષયમાં 600, છ વિષયમાં 14, સાત વિષયમાં 56, આઠ વિષયમાં 185, અને નવ વિષયમાં 32 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.