શહેરના વિવિધ વોર્ડ મુજબ રિસીવિંગ, ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની જાહેરાત
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરા જિલ્લામાં આગામી તા. 26/04/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનો મહાસંગ્રામ ખેલાશે. વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાઓ માટેનું વહીવટી તંત્ર હવે આખરી ઓપ આપી રહ્યું છે. લોકશાહીના આ પર્વમાં નાગરિકો પોતાની લોકશાહી ફરજ અદા કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ નીચે મુજબના એકમોમાં મતદાન યોજાશે.
- મહાનગરપાલિકા :- વડોદરા મહાનગરપાલિકા.
- જિલ્લા પંચાયત :- વડોદરા જિલ્લા પંચાયત.
- તાલુકા પંચાયતો :- પાદરા, કરજણ, શિનોર, સાવલી, ડભોઇ, ડેસર, વડોદરા અને વાઘોડિયા.
- નગરપાલિકાઓ :- ડભોઇ, પાદરા, સાવલી અને વાઘોડિયા.
મહાનગરપાલિકાના તમામ વોર્ડ માટે ચૂંટણી તંત્રે સ્પષ્ટ વ્યવસ્થા જાહેર કરી છે.
- વોર્ડ નંબર 1, 2, 3 પોલીટેકનિક કોલેજ, વડોદરા રૂમ નં. 25 રૂમ નં. 23
- વોર્ડ નંબર 4, 5, 6 કેન્દ્રીય વિદ્યાલય-2 આર્મી, વડોદરા રૂમ નં. 84 (બીજો માળ) રૂમ નં. 83 (બીજો માળ)
- વોર્ડ નંબર 7, 8, 9 સરકારી નર્સિંગ કોલેજ, વડોદરા રૂમ નં. 85 (બીજો માળ) રૂમ નં. 71 (બીજો માળ)
- વોર્ડ નંબર 10, 11, 12 ડો. ઠાકોરભાઇ પટેલ કોમર્સ કોલેજ રૂમ નં. 78 (બીજો માળ) રૂમ નં. 77 (બીજો માળ)
- વોર્ડ નંબર 13, 14, 15 સરદાર વિનય વિદ્યામંદિર, વડોદરા રૂમ નં. 33 (પહેલો માળ) રૂમ નં. 32 (પહેલો માળ)
- વોર્ડ નંબર 16, 17, 18, 19 ભવન્સ સ્કુલ, મકરપુરા ડ્રોઇંગરૂમ (પહેલો માળ) રૂમ નં. 36 અને 37 (પહેલો માળ).
નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ સઘન આયોજન કરાયું છે.
- નગરપાલિકાઓ :- ડભોઇ (ITI કોલેજ), સાવલી (તાલુકા સેવા સદન), પાદરા (એમ.કે. અમીન કોલેજ) અને વાઘોડિયા (તાલુકા સેવા સદન) ખાતે મતદાનના કેન્દ્રો અને સ્ટ્રોંગ રૂમ નક્કી કરાયા છે.
- તાલુકા/જિલ્લા પંચાયત :- વડોદરા ગ્રામ્ય માટે એમ.પી. પટેલ હાઇસ્કુલ (દશરથ), સાવલી માટે શ્રી બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અને અન્ય તાલુકાઓમાં જે-તે તાલુકા સેવા સદન અથવા સ્થાનિક કોલેજોને કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
દરેક સ્થળે પારદર્શિતા જળવાય તે માટે અલગ-અલગ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુપરવિઝન કરશે.
- વડોદરા ગ્રામ્ય જિલ્લા પંચાયત – પારસ ચૌહાણ – નાયબ જિલ્લા વિકાસ અધિકારી
- વડોદરા ગ્રામ્ય તાલુકા પંચાયત – પી વી જાદવ – મામલતદાર વડોદરા ગ્રામ્ય
- વડોદરા ગ્રામ્ય તાલુકા પંચાયત – વી એસ પ્રજાપતિ – તાલુકા વિકાસ અધિકારી
- પાદરા જિલ્લા પંચાયત – પૂનમ આર પરમાર – ખાસ જમીન સંપાદન અધિકારી
- પાદરા તાલુકા પંચાયત – સી આર ચૌધરી – તાલુકા વિકાસ અધિકારી
- પાદરા તાલુકા પંચાયત – કલ્પના મહેતા – મામલતદારગેલ
- કરજણ જિલ્લા પંચાયત – શિવમ બારીયા – પ્રાંત અધિકારી, કરજણ
- કરજણ તાલુકા પંચાયત – પી બી ચૌધરી – તાલુકા વિકાસ અધિકારી
- કરજણ તાલુકા પંચાયત – એ એન રાવલ – અકસ્ટ્રા ચીટનીશટુ કલેકટર, વડોદરા
- શિનોર જિલ્લા પંચાયત – એમ આર રામોલ – જીલ્લા આયોજન અધિકારી, વડોદરા
- શિનોર તાલુકા પંચાયત – એમ પી વીરાણી – તાલુકા વિકાસ અધિકારી
- શિનોર તાલુકા પંચાયત – એમ જે બારીઆ – મામલતદાર શિનોર
- સાવલી જિલ્લા પંચાયત – ચિરાગકુમાર પટેલ – નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)
- સાવલી તાલુકા પંચાયત – હેમંતકુમાર માછી – તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
- સાવલી તાલુકા પંચાયત – એ આઇ શૈખ – તાલુકા વિકાસ અધિકારી
- ડેસર જિલ્લા પંચાયત – સિધ્ધિ વર્મા – જિલ્લા પુરવઠા અધિકારી શહેર, વડોદરા
- ડેસર તાલુકા પંચાયત – દિનેશકુમાર પટેલ – તાલુકા વિકાસ અધિકારી
- ડેસર તાલુકા પંચાયત – એસ કે દેસાઈ – મામલતદાર ડેસર
- ડભોઈ જિલ્લા પંચાયત – જી એન દેસાઇ – જીલ્લા પુરવઠા અધિકારી, ગ્રામ્ય,વડોદરા
- ડભોઈ તાલુકા પંચાયત – કુતેજલબેન બીરાણા – તાલુકા વિકાસ અધિકારી
- ડભોઈ તાલુકા પંચાયત – ડી એમ વણકર – સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, ડભોઇ
- વાઘોડિયા જિલ્લા પંચાયત – કલ્પના આર ચોધરી – નાયબ કલેકટર વુડા
- વાઘોડિયા તાલુકા પંચાયત – દિપેક્ષકુમાર ડી પટેલ – તાલુકા વિકાસ અધિકારી
- વાઘોડિયા તાલુકા પંચાયત – એસ પી પવાર – નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ
તંત્ર દ્વારા તમામ મતદારોને 26 એપ્રિલના રોજ નિયત સમય મર્યાદામાં પોતાના મતદાન મથકે જઈને મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. લોકશાહીની મજબૂતી માટે તમારો એક મત અત્યંત કિંમતી છે.