World

કુવૈતમાં ઈરાનનો સીધો હુમલો!

સાયરન વગર તબાહી ,6 અમેરિકન સૈનિકો મોતને ભેટ્યા

કુવૈતમાં ઈરાનના હુમલાએ અમેરિકન સૈન્યને મોટો ઝટકો આપ્યો છે. કુવૈતના શૂઆઈબા પોર્ટ પર આવેલ બનાવટી ટેક્ટિકલ ઓપરેશન સેન્ટર પર થયેલા સીધા હુમલામાં 6 અમેરિકન સૈનિકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. આ ઘટના અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંઘર્ષ દરમિયાન અમેરિકન સૈનિકોના પ્રથમ મૃત્યુ તરીકે નોંધાઈ છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (United States Central Command) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે સ્થાનિક સમય પ્રમાણે લગભગ 9 વાગ્યે હુમલો થયો હતો. શરૂઆતમાં ત્રણ સૈનિકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બે વધુ સૈનિકોના અવશેષ મળતાં મૃત્યુઆંક વધીને છ થયો હતો.

આ હુમલો કુવૈતના મહત્વપૂર્ણ બંદર ગણાતા Shuaiba Port ખાતે આવેલા તાત્કાલિક બનાવવામાં આવેલા કમાન્ડ સેન્ટર પર થયો હતો. આ સેન્ટર ટ્રેલર જેવી રચનામાં બનાવવામાં આવ્યું હતું અને તેમાં સૈન્ય કામગીરી સંચાલિત થતી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ હુમલો અચાનક થયો હતો અને સૈનિકોને કોઈ પૂર્વ ચેતવણી કે સાયરન મળ્યા નહોતા, જેના કારણે ભારે નુકસાન થયું.

અમેરિકાના રક્ષા પ્રધાન Pete Hegsethએ જણાવ્યું હતું કે સેન્ટર મજબૂત સુરક્ષા સાથે બનાવવામાં આવ્યું હતું, છતાં એર ડિફેન્સ સિસ્ટમને પાર કરીને એક પ્રોજેક્ટાઈલ અંદર સુધી પહોંચી ગયો. શરૂઆતમાં આ હુમલો ડ્રોન દ્વારા થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઘટના અમેરિકાની સૈન્ય કાર્યવાહી Operation Epic Fury દરમિયાન બની છે, જે ઈરાન સામે શરૂ કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન અત્યાર સુધી 18 અમેરિકન સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જણાવાયું છે , અમેરિકાના પ્રમુખ Donald Trumpએ સંકેત આપ્યો છે કે સંઘર્ષ વધતા વધુ જાનહાનિ થવાની શક્યતા છે. દરમિયાન અમેરિકન સૈન્યના જનરલ Dan Caineએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેઓ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર હતા અને તેમની યાદ હંમેશા જીવંત રહેશે.

Most Popular

To Top