ગાંધીનગર,તા.10
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત તરફ વાતાવરણ આગળ વધી રહ્યું છે.જો કે કચ્છના નલિયામાં આજે 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. કચ્છના નલિયામાં આજે નોંધાયેલી 11 ડિગ્રીની ઠંડી શિયાળાની છેલ્લી અસર માનવામાં આવી રહી છે, જ્યારે આવતા દિવસોમાં ગરમી ધીમે ધીમે વધતી જશે.કચ્છ જિલ્લાના નલિયા વિસ્તારમાં આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ દિશાના હળવા ઠંડા પવનના પ્રભાવથી ખાસ કરીને સવાર અને રાત્રિના સમયમાં ઠંડક વધુ અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના ઉત્તર ભાગો અને કચ્છ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતા થોડું નીચું નોંધાયું છે. નલિયા ઉપરાંત કચ્છના અન્ય વિસ્તારોમાં પણ સવારના સમયે ઠંડા પવન અને હળવા ધુમ્મસને કારણે ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન તેમછતાં સૂર્યપ્રકાશ રહેતા મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને તે 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે.હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ સુધી કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો પારો વધશે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. ક્યાંય વરસાદની શક્યતા નથી. પવનની ગતિ સામાન્ય રહેશે, જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક — બંનેનો અનુભવ થશે.કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં થતી આ ઉથલપાથલને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીથી બચવા લોકોને જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.
આજે કંડલા એરપોર્ટ, અમરેલી, મહુવા, અમદાવાદ, ગાંધીનગર,અને વલ્લભ વિદ્યાનગરમાં ગરમીનો પારો 33 ડિગ્રીએ , કેશોદ અને વડોદરામાં 34 ડિગ્રીએ અને સુરતમાં 35 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 17 ડિ.સે.,નલિયામાં 14 ડિ.સે., કંડલા પોર્ટ પર 16 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે.,અમરેલીમાં 15 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે.,પોરબંદરમાં 15 ડિ.સે., રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમા 18 ડિ.સે., મહુવામાં 16 ડિ.સે., કેશોદમાં 12 ડિ.સે.,અમદાવાદમાં 17 ડિ.સે.,ડીસામાં 15 ડિ.સે.,ગાંધીનગરમાં 16 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે.,વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે. અને દમણમાં 18 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.