Vadodara

રિક્ષા પલટી, મુસાફરોની ચીસથી હચમચી ઉઠ્યો માર્ગ

રિક્ષાચાલકોની બેદરકારી કે રસ્તાનો દોષ ? અટલાદરા-બીલ માર્ગ ઑટો રિક્ષા પલટી ખાઈ ગઈ

(પ્રતિનિધિ), વડોદરા. તા.1

શહેરના છેવાડે આવેલા અટલાદરાથી બીલ-પાદરા તરફ જતાં માર્ગ પર આજે એક અકસ્માત સર્જાયો હતો. બાંકો કંપની પાસે મુસાફરો ભરેલી એક ઓટો રિક્ષા અચાનક પલટી ખાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના કાળજા તે સમયે થંભી ગયા જ્યારે રિક્ષા પલટી ખાતા જ મુસાફરોની ચીસો ગુંજી ઉઠી હતી. અટલાદરાથી બીલ તરફ જતી આ ઓટો રિક્ષા જ્યારે બાંકો કંપની પાસે પહોંચી ત્યારે ચાલકે કોઈક કારણોસર કાબૂ ગુમાવ્યો હતો. જોતજોતામાં રિક્ષા રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાં જ કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનશીબે કોઈ પણ મુસાફરને મોટી ઇજા પહોંચી ન હતી. જાણવા મળ્યા મુજબ રિક્ષાનું ટાયર અચાનક જ નિકળી ગયું હતું, જેના કારણે રિક્ષા અનિયંત્રિત થતાં પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Most Popular

To Top