Vadodara

રમણગામડી ગામમાં દીપડાએ હુમલો કરી ૩ બકરાનું મારણ કર્યું

વડોદરા : વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરાઓ પર હિંસક હુમલો કરી મારણ કરતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રમણગામડી ગામમાં રહેતા પ્રવીણભાઈ પુનમભાઈ રાઠોડિયા પશુઓ રાખી તેમજ ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ રાત્રીના એક દીપડાએ ગામમાં ધસી આવી પ્રવિણભાઈના ઘર પાસે બાંધેલા બકરાઓ પર હિંસક હુમલો કરતા એક સાથે ત્રણ બકરા દીપડાના હિંસક હુમલામાં મોંતને ભેટ્યા હતા.

દીપડાના હુમલામાં ત્રણ-ત્રણ બકરા મોંતને ભેટતા ખેતમજૂરી તેમજ પશુપાલન કરી જીવન ગુજારતા પ્રવિણભાઈના માથે જાણે કે આભ તુટી પડ્યું હતું.તો બીજી તરફ દિપડાના આતંકે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.શિકારની શોધમાં દિપડો ગામમાં ધસી આવ્યો હોવાની લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ હતી.પશુઓના કરેલ મારણ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી છે.ગ્રામજનોએ હિંસક દિપડાને પાંજરે પુરવા માંગણી કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top