Vadodara

22 વર્ષની ભૂમિકા રાજ્યની સાૈથી નાની ઉમેદવાર

       વડોદરા: ભાજપે આ વખતે ચૂંટણીમાં ઉંમરનો બાદ ટર્મવાદ અને પરીવારવાદ નહીં ચલાવીને યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં વોર્ડ 7માં માત્ર 22 વર્ષ અને દસ મહીનાની ઉંમરે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ભુમિકા રાણા વડદોરાની જ નહીં ગુજરાતમાં નાની વયે રાજકારણમાં ઝંપલાવનાર પ્રથમ યુવતી છે. જોકે ભુમિકાની પસંદગી સામે વોર્ડનં-7 માં રોષ ભભુકી ઉઠ્યો હતો અને જુના કાર્યકરોએ ચૂંટણી બહિષ્કારની પણ ધમકી આપી હતી.

ભાજપે આ ચૂંટણીમાં યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં વોર્ડ નં. 7 માં માજી કાઉન્સીલર કમ િબલ્ડર મનોજ પટેલ (મંછો) બંિદશ શાહની સાથે મહિલા બેઠક પર શ્વેતા ચૌહાણ તેમજ ભુમીકા રાણાને િટકિટ ફાળવી છે.

શુક્રવારે આ પેનલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ વોર્ડમાં ભુમીકા રાણા વડોદરા અને ગુજરાતની પ્રથમ નાની ઉંમરની યુવતી છે કે જેને 22 વર્ષ દસ મહીનાની ઉંમરે જ રાજકારણમાં ઝંપલાવ્યું છે.

ભુમીકા રાણાએ ખાનગી કોલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગ ડીપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા છેલ્લા પંદર વર્ષથી ભાજપના સક્રીય કાર્યકર છે. ભુમીકાએ પિતા પાસેથી રાજકારણ શીખી છે.િપતાની જેમ ભાજપની વિચારધારા ધરાવે છે.

ભુમિકાને ટીકિટ આપવાથી નારાજ થયેલાં જુના કાર્યકર મીનાબેન રાણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી  અને  ધારાસભ્ય મનીષાબેન વકીલે મારી ટિકિટ કપાવી છે અને જેવો ભાજપના કાર્યકર્તા પણ નથી તેવા ભૂમિકા રાણાને ટિકિટ આપી છે જેઓને અમારા વોર્ડમાં કોઈ ઓળખતું નથી. તેથી અમારા વોર્ડમાંથી મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.

સ્થાનિક રહીશ અને ભાજપના કાર્યકર્તા લતાબેન જાનજે એ જણાવ્યું હતું કે અમે પાયાના કાર્યકર્તાઓ છે અને અમે ટિકિટ માગી હતી જો મને નહીં પણ મીનાબેનને પણ ટિકિટ આપી હોત તો અમે પક્ષમાં કામ કરત પણ ૨૧મી ફેબ્રુઆરીના રોજ મતદાનના દિવસે  ટેબલ પર નહીં લઈએ અને અમારા વિસ્તારના કોઇ પણ લોકો મતદાન પણ નહીં કરે તો કરશે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. 

સ્વર્ગસ્થ ઠાકોરભાઈ રાણા  અને મીનાબેન રાણાએ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી , લાલ કૃષ્ણ અડવાણી પૂર્વ સાંસદ જયા બેન ઠક્કર સાથે કામ પણ કર્યું છે. છતાં તેમને પક્ષ તરફથી અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી વ્યકત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top