વડોદરા શહેરમાં ગતરોજ ખાબકેલા વરસાદ સાથે વાવાઝોડાને કારણે એક મહિલાને વીજ કરંટ લાગ્યો હતો.જ્યારે હાઇવે પર સાઈનબોર્ડ પડતા એક વ્યક્તિનું મોત થયું હતું.
વડોદરા શહેરને ગતરોજ મેઘતાંડવ સાથે વાવાઝોડાએ ધમરોળ્યું હતું તેવામાં લીલાબેન ભુરાભાઈ ભુરીયા ઉમર વર્ષ 23 રહેવાસી મકરપુરા જાંબુઆ બ્રિજની બાજુમાં આવેલ કોરિયા બંગલા પાસે કચરો લેતી વખતે ત્યાંથી પસાર થતી વેળાએ જીવંત વીજળીના વાયરને અડી જતા સમગ્ર શરીરે તેઓ દાઝી ગયા હતા. જેઓને 108 સેવા મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.તેઓ બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં જગદીશભાઈ શંભુભાઈ હિરપરા ઉંમર વર્ષ 45 રહેવાસી 4,મારુતિ ધામ સોસાયટી,મારૂતિધામ ચોક, વરાછા, સુરતનાઓ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કપુરાઈ ચોકડી પાસે હાઇવે પાસે મોટું સાઈન બોર્ડ કાર પર પડતા તેઓને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જે ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.