વિવિધ વિભાગોની મુલાકાત લીધા બાદ મહિલા કોની સુરક્ષા બાબતે સુપ્રીટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ
પ્રતિનિધિ વડોદરા તા 13
વડોદરા શહેરની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલની ડીસીપી ઝોન 2 અભય સોનીએ મુલાકાત લીધી હતી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, ડીન અને અન્ય સ્ટાફને સાથે રાખી વિવિધ વિભાગોની મુલાકાત કર્યા બાદ મહિલાઓની સુરક્ષા અંગેના વિવિધ પાસાઓની ચર્ચા વિચારણા કરાઈ હતી.
સમગ્ર મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં વડોદરા શહેર જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે આવતા હોય છે. જેને લઇને આજે 13 સપ્ટેમ્બર ના રોજ ઝોન ટુ ડીસીપી અભય સોની દ્વારા હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ , કોલેજના ડીન અને અન્ય સ્ટાફને સાથે રાખી એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હોસ્પિટલના વિવિધ વિભાગોની વિઝીટ કરાઈ હતી અને મહિલાઓની સુરક્ષા અંગે વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનાઓ પણ કરવામાં આવી હતી.