Gujarat

નગ્ન ફોટા મોર્ફ કરી બ્લેકમેઈલ કરનાર ગેંગને સર્વર તથા કોલીંગ લાઈન પુરી પાડનાર બે શખ્સ ઝડપાયા

અમદાવાદ: (Ahmedabad) જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી ઊંચા વ્યાજ દરે લોન (Loan) અપાવીને તે લોન ભરપાઈ ન થતાં લોન લેનારનું મોઢું ક્રોપ કરી નગ્ન ફોટામાં (Nude Photo) મોર્ફ કરી ગાળો બોલીને માનસિક રીતે હેરાન કરીને બ્લેકમેઈલ કરનાર ગેંગને સર્વર તથા કોલીંગ લાઈન પુરી પાડનાર બે શખ્સની શહેર ક્રાઈમ બ્રાંચે (Crime Branch) પુના તથા નોઈડા ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • બ્લેકમેઈલિંગ કરનારા આરોપીઓને સર્વર તથા કોલિંગ લાઈન પુરી પાડનારા બે જણાં ઝડપાયા
  • મોબાઈલ એપની લોન નહીં ભરી શકનારા અમદાવાદના શખ્સના મોર્ફ કરી નગ્ન ફોટા બનાવ્યા અને વાઈરલ કરવાની ધમકી આપી હતી
  • બ્લેકમેઈલિંગ કરનારા તો હાથ લાગ્યા નહીં પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેમને ટેક્નિકલ સપોર્ટ કરનારા બેને પૂના અને નોઈડાથી દબોચ્યા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે આરોપી વિજયકુમાર હરિરામ કુંભાર (ઉ.વ. 38 રહે, 302 ત્રીજો માળ, આવદુમ્બર સદન, પુના, મહારાષ્ટ્ર) અને ગૌરવસિંઘ મદનસેનસીંગ (રહે, 201 પંચશીલ પ્રતિષ્ઠા, સેક્ટર 75, નોઈડા ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી વ્યક્તિને લોન લેવાની જરૂર હોવાથી ટોપ લોન નામની મોબાઇલ એપ્લિકેશનમાંથી 3,000ની લોન લીધી હતી. ત્યારબાદ જુદી જુદી એપ્લિકેશનમાંથી જુદી જુદી લોન લીધી હતી. આ લોન સમયસર ભરપાઈ નહીં કરી શકતા કંપની દ્વારા જુદા જુદા મોબાઈલ નંબરોથી ફરિયાદીને વોટ્સઅપ કોલ કરી તેમજ વેરિફિકેશન સમયે લીધેલા ફરિયાદીના ફોટામાંથી મોઢું ક્રોપ કરી નગ્ન ફોટામાં મૂકી મોર્ફ કરીને સગા સંબંધીઓને વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપી હતી.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ માહિતી મેળવી કોલિંગ કરનારને સર્વિસ તથા ડેટાનું સર્વર પૂરું પાડનાર મહારાષ્ટ્ર પુના તથા ઉત્તર પ્રદેશ નોએડાના બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શ્રમિક પરિવારના 2.81 લાખ બાળકોને 159.63 કરોડ શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી
ગાંધીનગર: રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૮૦,૯૦૬ લાભાર્થી બાળકોને રૂ. ૧૫૯.૬૩ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક પરિવારના ૫૦,૨૯૯ બાળકોને રૂ. ૪૨.૪૫ કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.

બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકોને રૂ. ૧૮૦૦, ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકોને રૂ. ૨૪૦૦, ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને રૂ. ૮૦૦૦, ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને રૂ. ૧૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ ૧૨ પછીના બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય કે સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રૂ. ૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.

વધુમાં, સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૂ. ૧૫,૦૦૦, જ્યારે એમ.સી.એ. અને એમ.બી.એ. જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સિવાય ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ રૂ. ૨૫,૦૦૦ સહાય આપવામાં આવે છે.

એટલું જ નહિ, એમ.બી.બી.એસ., એમ.ડી. અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

Most Popular

To Top