Vadodara

રાજ્યમાં પ્રથમ વડોદરામાં એક સાથે ઓમિક્રોનના 7 કેસ પોઝિટિવ

વડોદરા : ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ વખત એક સાથે બે કેસોથી ઓમિક્રોન વેરીએન્ટએ એન્ટ્રી કરી હતી. હાલ આ સીલસીલો આજે પણ યથાવત જોવા મળ્યો છે. ગુરુવારે એક સાથે 7 કેસ ઓમિક્રોન વેરીએન્ટના નોંધાતા આરોગ્ય તંત્ર સામે પડકાર ઉભો થયો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે 7 ડિસેમ્બરના રોજ નોન હાઈરિસ્ક કન્ટ્રીઝ મનાતી ઝામ્બિયા ખાતેથી દંપતી વડોદરામાં આવ્યું હતું.12 ડિસેમ્બરે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.વડોદરા મહાનગર પાલિકાનાના ફતેપુરા ઝોનમાં સમાવિષ્ટ હરણી રોડ પર ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયાથી આવેલા 75 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા એમ 2 મુસાફરોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ બંને નોન હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવ્યા હતા.જેથી તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના સંપર્કમાં આવેલા 51 લોકોને પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ટ્રેસ કરવામાં આવ્યા હતા.જે પૈકી 8 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેથી તેઓના સેમ્પલ લઈને જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા.દરમિયાન ગુરુવારે 7 વ્યક્તિઓના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ હતી.જેમાં 61 વર્ષીય વૃધ્ધા અને 26 વર્ષીય મહિલા ,5 વર્ષની બાળકી,9 વર્ષનું બાળક અને એક 11 વર્ષીય બાળક તેમજ 28 વર્ષીય યુવાનમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમણને પુષ્ટિ થઈ હતી.જેની સત્તાવાર જાહેરાત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.નોંધાયેલ 7 સંપર્કોને સખત હોમઆઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top