Entertainment

69th National Fiml Awards 2023: આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરશે

મુુંબઇ: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023એ (National Film Awards 2023) ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સૌથી મોટા એવોર્ડ ફંક્શન પૈકી એક છે. આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે. ફિલ્મ પુરસ્કારોની જાહેરાત 24 ઓગસ્ટે કરવામાં આવી હતી. આજે 17 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે. આ એવોર્ડ શોમાં બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સુપરહિટ સ્ટાર્સ ભાગ લેવાના છે.

7 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપીને ફિલ્મ ઉદ્યોગના આશાસ્પદ કલાકારોનું સન્માન કરવા જઈ રહ્યા છે. આલિયા ભટ્ટને (Alia Bhatt) ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેના દમદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કૃતિ સેનનને (kriti Sanon) ફિલ્મ ‘મિમી’માં તેના રોલ માટે એવોર્ડ પણ મળશે. અલ્લુ અર્જુનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા માટે સન્માનિત કરવામાં આવશે. અભિનેતાને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’માં પુષ્પા રાજની ભૂમિકા માટે સન્માનિત કરવામાં આવશે. બીજી તરફ, આર માધવન, જેઓ તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે, તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ’ માટે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરશે.

, આ કાર્યક્રમ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા પુરસ્કારોમાંનો એક છે, જેમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને વિવિધ કેટેગરીમાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. દૂરદર્શન નેશનલના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેપ્શન સાથે એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, ‘#વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રતિભાને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવશે. મંગળવાર, 17 ઓક્ટોબરે #DDNational પર અમારી સાથે લાઈવ જોડાઓ.

નેશનલ ઈન્ટિગ્રેશન પર બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને આપવામાં આવશે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત ફિલ્મ છે. સોમવાર, 16 ઓક્ટોબરના રોજ, અલ્લુ અર્જુન, એસએસ રાજામૌલી અને એમએમ કીરાવાણી સહિતના સ્ટાર્સને દિલ્હી એરપોર્ટ પર નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં હાજરી આપવા માટે જોવામાં આવ્યા હતા.

Most Popular

To Top