Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 69 કેસ : માત્ર 1નું મોત

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા માત્ર 69 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની કુલ સંખ્યાં 10,072 પર પહોંચી છે.
આજે 208 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં દર્દીઓની સાજા દર 98.51 ટકા થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 2,193 નોંધાઈ છે. તેવી જ રીતે 2,182 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 11 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી તેઓને વેલ્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા 69 કેસોમાં અમદાવાદ મનપામાં 11, સુરત મનપામાં 09, વડોદરા મનપામાં 05, ભાવનગર મનપામાં 01, રાજકોટ મનપામાં 07, ભરૂચમાં 4, બનાસકાંઠામાં 5, ગાંધીનગર ગ્રામ્ય અને મહેસાણામાં 3-3 નવા કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેવી જ રીતે 14 જિલ્લામાં માત્ર એક જ નવો કેસ નોધાયો છે.

વધુ 2,17,786 વ્યક્તિને રસી આપવામાં આવી

મંગળવારે 18-45 વર્ષ સુધીના 1,09,515 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 6,657ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 37,719 વ્યક્તિેન પ્રથમ ડોઝ અને 56,654ને બીજો ડોઝ તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને 296 ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 6,945ને બીજો ડોઝ મળી કુલ 2,17,786 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top