Madhya Gujarat

દાહોદમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં ૩૦ ફૂટ ઊંચો ફુવારાે છુટ્યો

દાહોદ: દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા ખોદકામના કામો દરમ્યાન શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે એક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતાં પાણીનો ફુવારો ૩૦ ફુટ ઉંચે ફુવારા છુટ્યાં હતાં. જેને પગલે આસપાસના રહેણાંક વિસ્તારો સહિત નજીકના એપાર્ટમેન્ટના મકાનો તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ પણ થયો હતો.

સ્માર્ટ સીટી તરીકે ગણાતા દાહોદ શહેરમાં હાલ જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ સીટી અંતર્ગત પાઈપલાઈન નાંખવાની અને ગટરલાઈન નાંખવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગાેથી લઈ સોસાયટી, ગલી મહોલ્લા વિગેરે જાહેર રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે બ્રિજની પાસેની એક સોસાયટી વિસ્તાર ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા ખોદકામની કામગીરી દરમ્યાન પીવાના પાણીની પાઈપ લાઈનનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી ૩૦ ફુટ જેટલા ફુવારા ઉંચે છુટ્યાં હતાં જેને પગલે આસપાસના ઘરોમાંપાણી ભરાઈ ગયાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ઘરવખરીના સામાનને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.  ભંગાણ સર્જાયેલ પાઈપ લાઈનની પાઈપમાંથી પાણીના ફુવારા એટલા ઉંચે ઉછળ્યાં હતાં કે, આસપાસના એપાર્ટમેન્ટના ત્રણ માસ સુધીના મકાનોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.

Most Popular

To Top