National

38 TMC ધારાસભ્યો BJPના સંપર્કમાં, મિથુન ચક્રવર્તીનો મોટો દાવો

કોલકત્તા: ફિલ્મસ્ટાર(Film Star) અને બીજેપી(BJP) નેતા(Leader) મિથુન ચક્રવર્તી(Mithun Chakraborty)એ મોટો દાવો કર્યો છે. તેમણે સંકેત આપ્યા છે કે પશ્ચિમ બંગાળ(West Bangal)માં મહારાષ્ટ્ર(Maharashtra) જેવું રાજકીય પરિવર્તન થઈ શકે છે. મિથુનનું કહેવું છે કે મમતા બેનર્જી(Mamata Banerjee)ની પાર્ટી ટીએમસી(TMC)ના 38 ધારાસભ્યો(MLAs) ભાજપના સંપર્કમાં છે. મિથુન ચક્રવર્તીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કહ્યું કે ફિલ્મ પહેલા મ્યુઝિક અને પછી ટ્રેલર રિલીઝ થાય છે. મ્યુઝિક હમણાં જ રિલીઝ થયું છે. હવે ટ્રેલરની રાહ જુઓ.

બંગાળમાં પણ મુંબઈવાળી થઇ શકે છે: મિથુન ચક્રવર્તી
તેઓએ જણાવ્યું હતું કે, હું મુંબઈમાં સૂતો હતો. જ્યારે હું જાગ્યો અને અચાનક સમાચાર જોયા, ભાજપ અને શિવસેનાની સરકાર બની ગઈ છે. આ બંગાળમાં પણ થઈ શકે છે. આ અહીં ન થઈ શકે એ હું માનતો નથી. મિથુન ચક્રવર્તીએ એમ પણ કહ્યું કે ભાજપને મુસ્લિમ વિરોધી કહેવું માત્ર એક ષડયંત્ર છે, જ્યારે હકીકતમાં એવું કંઈ નથી. હંમેશા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ રમખાણો કરાવે છે. પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે આ માત્ર કાવતરાનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તી ગયા વર્ષે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

મિથુને સલમાન, શાહરૂખ અને આમિરના નામ લીધા
મિથુન ચક્રવર્તીએ વધુમાં કહ્યું હતું કે ભાજપને મુસ્લિમો વિરુદ્ધ કહેવામાં આવે છે. પણ એવું કેમ છે? ભારતના ત્રણ મોટા સ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન મુસ્લિમ છે. આ કેવી રીતે શક્ય બન્યું? તેઓએ કહ્યું, ‘ભાજપની 18 રાજ્યોમાં સરકાર છે. જો ભાજપ તેમને નફરત કરે છે અને હિંદુઓ તેમને પ્રેમ નથી કરતા, તો આ ત્રણ સ્ટાર્સની ફિલ્મો આ રાજ્યોમાંથી વધુ કલેક્શન કેવી રીતે કરે છે? મિથુને વધુમાં કહ્યું કે હું જ્યાં છું ત્યાં પહોંચી શક્યો કારણ કે હિન્દુ, મુસ્લિમ, શીખ બધા ​​જ મને પ્રેમ કરે છે.

જો કોઈએ ખોટું કર્યું છે તો તેને કોઈ નહિ બચાવી શકે: મિથુન ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીએ બંગાળમાં તાજેતરની EDની કાર્યવાહી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જો કોઈ પુરાવા નથી તો ડરવાની કોઈ વાત નથી. પરંતુ જો કોઈએ ખોટું કર્યું હોય તો તેને કોઈ શક્તિ બચાવી શકતી નથી. તમને જણાવી દઇએ EDએ મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. ચેટર્જી તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ બાદ પકડાયા હતા. અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. EDનું કહેવું છે કે આ પૈસા શિક્ષક કૌભાંડ સાથે સંબંધિત છે. આ કૌભાંડ પાર્થ ચેટરજીના શિક્ષણ મંત્રી દરમિયાન થયું હતું. મિથુને દાવો કર્યો હતો કે શિક્ષક ભરતી કૌભાંડ 100 કરોડનું નહીં પરંતુ 2 હજાર કરોડનું હતું.

Most Popular

To Top