Entertainment

“3 Idiots” ફેમ અખિલ મિશ્રાનું થયું નિધન, લાઈબ્રેરિયન દુબેની ભૂમિકાથી ઓળખ મળી હતી

મુંબઇ: બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં (3 Idiots) લાઈબ્રેરિયનના (Librarian) રોલથી ફેમસ થયેલા એક્ટર (Actor) અખિલ મિશ્રાનું ઘરમાં લપસી જવાથી મોત (Death થયું છે. બુધવારે બપોરે મુંબઈના મીરા રોડ પરના ઘરમાં અચાનક પગ લપસી જતાં અખિલને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું અને દાખલ કરવામાં આવ્યું હતું. ગંભાર ઇજાને કારણે ડૉક્ટરો તેમને બચાવી શક્યા ન હતા અને થોડા કલાકોમાં તેમનું મૃત્યુ થયું હતું. અખિલની પત્ની સુઝેન બર્નેટ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ ગઈ હતી. સુઝેનના મેનેજરે અખિલના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.

અખિલે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ભંવર, ઉત્તરણ, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, ભારત એક ખોજ, રજની જેવા શો કર્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો અભિનેતાએ ડોન અબ્બા, હજારોં ખ્વાશીં ઐસી, 3 ઈડિયટ્સમાં કામ કર્યું હતું. અખિલે વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું પરંતુ તેને 3 ઈડિયટ્સમાં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકાથી ઓળખ મળી હતી. ઉત્તરન સિરિયલમાં ઉમેદ સિંહ બુડેલાના રોલમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

અખિલની પત્ની સુઝેન બર્નેટ પણ વ્યવસાયે અભિનેત્રી છે. પતિના અવસાન પછી તે બરબાદ થઈ ગઈ છે. અખિલની પહેલી પત્નીનું નામ મંજુ મિશ્રા હતું. 1983માં લગ્ન બાદ બંનેએ 1997માં છૂટાછેડા લીધા હતા. મંજુથી અલગ થયા બાદ સુઝેન અખિલના જીવનમાં આવી. અખિલે 2009માં સુઝેન બર્નેટ સાથે લગ્ન કર્યા હતા. આ તેમના બીજા લગ્ન હતા.

પતિ-પત્નીએ સાથે મળીને પ્રોજેક્ટ પણ કર્યા હતા. તેણે ફિલ્મ કર્મ, ટીવી શો ‘મેરા દિલ દિવાના’, શોર્ટ ફિલ્મ ‘મજનૂ કી જુલિયટ’માં સ્ટેજ શેર કર્યું હતું. સુઝેન ઘણી ભાષાઓમાં ફિલ્મો અને શોમાં કામ કરે છે. તે કસૌટી ઝિંદગી કી, સાવધાન ઈન્ડિયા, એક હજારો મેં મેરી બેહના હૈ, ચક્રવર્તી અશોક સમ્રાટ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સિરિયલોમાં જોવા મળી છે. સુઝેને સ્ક્રીન પર ઘણી વખત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી છે.

Most Popular

To Top