National

સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિના સભ્યો કૃષિ કાયદાના સમર્થક રહ્યા છે

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાની વાટાઘાટો કરવા અને આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ પૈકી, અશોક ગુલાટી અને ડો. પ્રમોદ કે.જોશી કૃષિ અર્થશાસ્ત્રીઓ છે, જ્યારે ભૂપિંદરસિંહ માન અને અનિલ ઘનવટ ખેડૂત નેતા છે. ચારેયને આ ક્ષેત્રે નોંધપાત્ર અનુભવ છે. ચાર સભ્યોના જૂના લેખો અને ઇન્ટરવ્યુ દર્શાવે છે કે તેઓ કૃષિ કાયદાની તરફેણમાં રહ્યા છે.અશોક ગુલાટી એ કૃષિ અર્થશાસ્ત્રી છે.

હાલમાં તે ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન (આઈસીઆરઆઈઆર)માં પ્રોફેસર છે. તેઓ નીતિ આયોગ હેઠળ વડા પ્રધાન દ્વારા રચિત કૃષિ ટાસ્ક ફોર્સના સભ્ય છે અને કૃષિ બજાર સુધારણા અંગેના નિષ્ણાત પેનલના અધ્યક્ષ છે. ડો.પ્રમોદ જોશી કૃષિ અર્થશાસ્ત્રી પણ છે. હાલમાં તેઓ સાઉથ એશિયા ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે. કૃષિ ક્ષેત્રે તેમના કામ માટે તેમને અનેક એવોર્ડ મળ્યા છે. 2017માં તેમના લેખમાં, તેમણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવી હતી.

ભુપિંદર સિંહ માનનો જન્મ 15 સપ્ટેમ્બર 1939 ના રોજ ગુજરાનવાન પાકિસ્તાનમાં થયો હતો. માન હંમેશાં ખેડુતો માટે કામ કરે છે. આને કારણે રાષ્ટ્રપતિએ તેમને 1990માં રાજ્યસભામાં નામાંકિત કર્યાં હતા. તેઓ અખિલ ભારતીય ખેડૂત સંકલન સમિતિના અધ્યક્ષ પણ છે. તેમણે કાયદાઓના કેટલા મુદ્દાઓ પર વાંધો છે.અનિલ ઘનવટ મહારાષ્ટ્રમાં શેતકરી સંગઠન નામની સંસ્થાના પ્રમુખ છે. આ સંગઠનની રચના 1979 માં મોટા ખેડૂત નેતા શરદ જોશી દ્વારા કરવામાં આવી હતી. અનિલ ઘનવટ કહે છે કે આ કાયદાઓની રજૂઆત સાથે ગામડાઓમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ બનાવવાના રોકાણમાં વધારો થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top