Vadodara

હવે ચાલતા નીકળો તો ધ્યાન રાખજો, વડોદરામાં ફરી ચાલુ બાઇક પર સોનાના દાગીના તોડતી ટોળકી સક્રિય બની છે

હરણી વિસ્તારમાં પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરના ઓફિસ આસિસ્ટન્ટના ગળામાંથી બાઇક સવાર ત્રિપુટી સોનાની ચેન તોડી ફરાર

વડોદરા શહેરના હરણી સમા રોડ પર રહેતા પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરના ઓફિસ આસિસ્ટન્ટ યુવક તેની પત્ની તથા પુત્ર સાથે રાત્રીના જમીને ચાલવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ નવી જય અંબે સ્કૂલ પાસે પહોચતા એક બાઇક પર ત્રણ ત્રિપુટી આવી હતી અને ઓફિસ આસિસ્ટન્ટના ગળામાંથી સોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે યુવકે સાવચેતીથી ચેઇન પકડી લેતા અડધી તુટી ગઇ હતી. જે સોનાની ચેઇનો ટૂકડો લઇને ટોળકી પુરઝડપે રિધમ હોસ્પિટલ તરફ ભાગી ગઇ હતી. હરણી પોલીસે યુવકની ફરિયાદના આધારે ચેઇન સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરના હરણી સમા લિંક પર પર આવેલા મધુવન ટેસ્ટમાં રહેતા જતીનભાઇ ચતુરભાઈ કાથરોટીયા પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ઓફીસ આસીસ્ટન્ટ છે. ગત 22 ફેબ્રુઆરીના રોજ યુવક તેની પત્ની જાગ્રુતિબેન તથા પુત્ર સાથે જમ્યા બાદ ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. માતા-પિતા અને પુત્ર ચાલતા ચાલતા નવી જય અંબે સ્કુલ ત્રણ રસ્તા પાસે રાત્રીના 9 વાગ્યાના અરસામાં પહોંચ્યા હતા. તે દરમિયાન તેમની પાછળથી એક બાઇક ત્રિપુટી આવી હતી. તેઓએ બાઇક પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરના ઓફિસ આસિસ્ટન્ટ પાસે લઇ આવ્યા હતા. દરમિયાન બાઇક પર ત્રિપુટી પૈકી પાછળ બેઠેલા શખ્સે યુવકના ગળામાં હાથ નાખી તેઓએ પહેરેલી સોનાની ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો. એકાએક સોનાની ચેઇન તોડતા યુવક ગભરાઇ ગયો હતો અને તેણે સોનાની ચેન પકડી લીધી હતી. જેથી ખેંચાખેચમાં  અડધી ચેન તૂટી ગઇ હતી. જેનો એક ટૂકડો લઇને બાઇક સવાર ગઠિયા પુરઝડપે સમાના રીધમ હોસ્પીટલ તરફ ભાગી ગયા હતા. બાઇક સવાર ત્રિપુટીએ મોઢા પર બુકાની બાંધેલી હોય યુવક તેમનો ચહેરા દેખી શક્યો ન હતો.. જેથી યુવકે 30 હજારની રૂપિયાની અડધી ચોરાઇ હોવાની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top