Vadodara

સેવા કરવી એ મારુ કામ છે અને મેં એ કર્યું : રંજબહેન ભટ્ટ

  • અકસ્માત કરનાર કાર ચાલકને બચાવવા ગયેલા સાંસદનો વિડીયો વાયરલ થયા બાદ સાંસદે પ્રતિક્રિયા આપી
  • યુવાનની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું જેથી પોલીસ પ્રક્રિયા બાદ જામીન મેળવીને તેને ઘરે લવાયો

ફતેગંજ વિસ્તારમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને પોલીસે પકડ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી જો કે તેના થોડા જ કલાકોમાં સાંસદ રંજનબહેન ભટ્ટ તેને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એક તરફ ઇજાગ્રસ્તો સારવાર લઇ રહ્યા હતા તો બીજી તરફ સાંસદ કાર ચાલકને છોડાવી લઇ ગયા હોવાના આક્ષેપ થયા હતા આ અંગે સાંસદ રંજનબહેન ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે સેવા કરવી એ મારુ કામ છે અને મેં એ જ કર્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે જે યુવાન પકડાયો હતો તેના ઘરે લગ્ન પ્રસંગ હતો અને તેને તેની બહેનનું કન્યાદાન કરવાનું હતું તેથી તેને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘરે લઈ આવ્યા હતા. ઉપરાંત જે યુવાનો ઇજાગ્રસ્ત હતા તેઓની પણ મુલાકાત લીધી હતી આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી કારણ કે જે યુવાનો એકટીવા પર હતા તેઓ પાસે લાયસન્સ પણ ન હતું અને તેઓ રોંગ સાઈડ પર આવતા હતા. મેં તેઓ સામે પણ ફરિયાદ ન નોંધવા માટે જણાવ્યું હતું જેથી તેઓના અભ્યાસમાં તેઓને મુશ્કેલી ન પડે. ઈજાગ્રસ્તના કાકા સાથે પણ મારી વાત થઇ હતી આ પહેલા કાર ચાલાક કુશ પટેલના પરિવારજનોએ પણ ઇજાગ્રસ્તની મુલાકાત લઇ તેને સારી હોસ્પિટલમાં સારવાર આપવા જણાવ્યું હતું. મેં કોઈ ગેરકાનૂની કામ નથી કર્યું કે કોઈ દબાણ પણ નથી કર્યું. તેઓ મારા પાડોશી છે અને મારા ઉપર ફોન આવ્યો એટલે હું દિલ્હીથી એરપોર્ટ આવી સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી. તે મારી ગાડીમાં પણ બેઠો ન હતો. તેનું મેડિકલ કરાવ્યા બાદ પોલીસે તેને જામીન ઉપર મુક્ત કર્યો હતો.

સુરેન્દ્રનગરથી વડોદરા ભણવા માટે આવ્યો પણ, અહિયાં ભણવા માટે મોકલવાની બીક લાગે છે – ભાવના બામણીયા

મારો ભાઈ સુરેન્દ્રનગર થી વડોદરા માટે ભણવા આવ્યો હતો ગત રવિવારે મને સાંજે 5:00 વાગ્યા ની આસપાસ બનાવ અંગેની જાણ થઈ બાદમાં અમે સુરેન્દ્રનગર થી વડોદરા આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અમને સાંસદનો ફોન આવ્યો હતો તેમજ મારા ભાઈના મિત્રોનો પણ ફોન આવ્યો હતો જ્યાં એફઆઈઆર ની વાત કરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન અમે કોઈ જ પ્રકારનો જવાબ આપવાની હાલતમાં ન હતા કારણ કે અમારા ભાઈને ઈજા થઈ હતી જેથી અમે માનસિક રીતે તૂટેલા હતા. અમે ત્યારે એવું જણાવ્યું હતું કે પહેલા અમે હોસ્પિટલમાં અમારા ભાઈની સારવાર કરાવીએ બાદમાં એફઆઇઆર નું વિચારીશું અમે તેમને ફરિયાદ નોંધાવા માટે ના નહોતી પાડી તે છતાં પણ તેઓએ સમાધાન કર્યું હોવાની વાત વિવિધ ચેનલો માં કરી છે મારા ભાઈની જે ભૂલ હશે તે મુજબ અમે ટ્રાફિક નિયમ અનુસાર દંડ ભરવા તૈયાર છીએ પરંતુ કારચાલક ને માત્ર પોણા બે કલાકમાં છોડી મૂકવો કેટલો યોગ્ય છે જો મારા ભાઈની જાન ગઈ હોત તો શું થાત કાર ચાલક પણ સિગ્નલ તોડીને પૂર ઝડપે કાર ચલાવીને મારા ભાઈ સાથે અકસ્માત કર્યો હતો અને તેથી તેને માથાના ભાગમાં તેમજ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તે છતાં પણ રાજકીય વર્ગ ધરાવતા કારચાલક કુશ બિન્દાસથી પોલીસ કસ્ટડીમાંથી જામીન મેળવીને ચાલ્યો ગયો એટલે હવે તો અમને મારા ભાઈને ભણવા માટે પણ અહીંયા મોકલવા માટે વિચારવું પડશે કારણ કે અહીંયા તો બધું રાજકીય લગભગ થી જ કામ થાય છે.

ઓપરેશન થીયેટરમાંથી બહાર લાવતાની સાથે જ ડિસ્ચાર્જ પેપર પકડાવી દીધા.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પીટલમાં સારવાર મેળવી રહેલા નૈમિક બામણીયાને સાંજે સાત વાગ્યા ની આસપાસ ઓપરેશન માટે લઇ જવામાં આવ્યો હતો. અને બીજા દિવસે સવારે ચાર વાગે તેને બહાર લાવવામાં આવ્યો હતો. પરિવારજનોના કહેવા અનુસાર , “તેને ૧૬ ટાંકા આવ્યા છે. તે છતાં પણ તેને સામાન્ય ઇજા છે તેમ જણાવીને અચાનક રજા આપી દેવામાં આવી હતી. અમે હોસ્પિટલની કાર્યવાહીથી અજાણ છે એટલે અમે કાગળિયાં લઇ લીધા અને  અમને સવારે ચાર વાગે ઘરે જવાનું જણાવતા અમે ડોક્ટરને પૂછ્યું કે હજી તો ઓપરેશન થયું છે ને તમે રજા આપી દો તે કેમ ચાલે એટલે તેઓ એ જણાવ્યું હતું કે ઓન પેપર રજા મળી ગઈ છે પણ તમે એને અહિયાં રહી શકો છો.” આ પ્રકારની વાત જાણ્યા બાદ અનેક વિચારો પરિવારજનો તેમજ લોકો ના મનમાં પણ અનેક સવાલો ઉત્પન્ન થયા છે જેમકે, શું હોસ્પીટલમાં પણ સત્તાધીશોના જોરે આ પ્રકારનું કામ કરવામાં આવ્યું કે પછી સામાન્ય ઇજા હોય તો આરોપીને જલ્દી જામીન મળી જાય?  

Most Popular

To Top