તા. ૨૮ ઑગષ્ટના ગુજરાતમિત્રમાં પ્રસિદ્ધ સમાચાર મુજબ આદિવાસી વિસ્તારમાં આવેલ એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષક સેમિનાર સમાપન સમારંભમાં ગુજરાતના માનનીય રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉચ્ચારાયેલ શબ્દો “શિક્ષકો માત્ર બાળકોનું નિર્માણ જ નહીં પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે ”સમાજ અને રાષ્ટ્ર માટે શિક્ષકનું અમૂલ્ય મહત્વ દર્શાવે છે. સાથેસાથે શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન પણ પૂરા પાડે છે. યોગાનુયોગ આ જ દિવસે આ જ અખબારની કટાર ‘અવારનવાર ’માં લેખક ડો. નાનક ભટ્ટના લેખમાં શિક્ષકોના પગાર, કામગીરીના કલાકો, રજાઓ, વગેરે વગેરેનું એકતરફી અને પૂર્વગ્રહિત વિશ્લેષણ અને વિવેચન કરી શિક્ષકોની પ્રતિષ્ઠાની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે.
લેખમાં જે આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે મોટેભાગે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના કાયમી શિક્ષકને લાગુ પડે છે. પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદાર કે એડહોક શિક્ષકો કે ખાનગી સંસ્થાના શિક્ષકો માટે પણ ભટ્ટ સાહેબ આવો અભ્યાસ કરે એવી લાગણી. સાથે જ આ ગ્રાન્ટેડ શાળાના કાયમી શિક્ષકોની સંખ્યા અને તેમને શિક્ષણ સિવાયની લગભગ ૧૦૦ જેટલી કામગીરીઓ સોંપવામાં આવે છે તેનો અને પરિણામ સબંધિત પરિબળોનો પણ તુલનાત્મ્ક અભ્યાસ કરી આગામી લેખોમાં સમાવેશ કરશે તો ગમશે. સાહેબ તમારા ઘરે જો એક બાળકને માત્ર સાચવવા રાખવું હોય તો એક કલાકના કેટલા રૂપિયામાં તમને માણસ મળશે. જરા તપાસ કરજો. અહિયાં તો ૫૦-૬૦ બાળકો સાચવવાના અને પાછા ભણાવવાના ! સાહેબ તમે તો માત્ર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો માટે જ અભ્યાસ કર્યો છે. જરા કોલેજોના અધ્યાપકો માટે પણ આવો અભ્યાસ કરો એવી લાગણી છે.
સુરત – મિતેશ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
“માણસ ઓળખવાનું કામ મુશ્કેલ”
અંગ્રેજીમા કહેવત છે કે “nothing is impossible in the world” ખરેખર જીવન મા શકય છે ખરુ? આપણે કોઈપણ વસ્તુ કે પદાર્થને રૂપ, રંગ, ગંધ અને સ્પર્શ થી ઓળખી બતાવીએ છીએ. તો માણસની ઓળખ કેમ તુરંત નથી થઈ શકતી? જો માણસ ની ઓળખ તાત્કાલિક થઈ શકતી હોત તો દરેક ક્ષેત્રમા પ્રવર્તતા ઘણા બધા દુષણો, છેતર પીંડી, બનાવટ, અંધ શ્રધ્ધા , નકલી મુખવટો ધરાવતા કે બીજી બધી બાબતો થી કમસે કમ બચી તો જવાય. દરેક વ્યક્તિ ને પોતાની રીતે અન્ય ને હેરાન કર્યા સિવાય જીવવાનો અધિકાર કોઈને છીનવવાનો હક નથી તેમ છતાં કેટલાક લોકોએ ક્ષેત્રો છે કે જેમા અંધ શ્રધ્ધા થકી માનવી છેતરાય ન જાય તે માટે સાચુ માર્ગ દર્શન જરુરી છે અખબાર ના કોલમનિસ્ત, લેખક, વિચારકો, તંત્રીલેખ દ્વારા લોકોને જાગ્રત કરવાનું કામ કરતા હોય છે. આ લખનાર નું અંગત માનવુ છે કે “દુસરેકા ભવિષ્ય દેખને વાલા ખુદ કા ભવિષ્ય દેખ કે ક્યું માલામાલ નહીં હો જાતા?
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.