Vadodara

વિધવા વૃદ્ધા ને હેરાન કરતા પુત્ર અને પુત્રવધૂને સબક શીખવાડતી અભયમ ટીમ

વિધવા વૃદ્ધ મહિલા ના પેન્શન પર સમગ્ર ઘર ચાલતું હોવા છતાં પણ પુત્ર અને પુત્રવધુ વૃદ્ધાને હેરાનગતિ કરતા આખરે વૃદ્ધાએ અભયમની મદદ લઈને બંનેથી છુટકારો મેળવ્યો હતો.

અકોટા વિસ્તારમાં રહેતા એક વિધવા વૃદ્ધ મહિલા ના પુત્રવધુ તેઓને જમવાનું બનાવી ન આપતા હતા તેમજ ઘરની તમામ ચીજ વસ્તુઓ સંતાડી દેતા હતા તેમ જ વૃદ્ધાને કોઈપણ પ્રકારની વસ્તુઓ અડવાનો દેતા હતા તે સિવાય પુત્ર પણ વૃદ્ધા નું પેન્શન લઈને તેને પૈસા આપતો ન હતો. આ માનસિક – શારીરિક રીતે હેરાનગતિ કરીને વૃદ્ધાને ઘરની બહાર નીકળી જવા માટેનું જણાવતો હતો જેથી વૃદ્ધા કંટાળી જઈને અભયમની મદદ લીધી હતી અને જણાવ્યું હતું કે આ મકાન વૃદ્ધા ના નામે છે અને તે પુત્રને પુત્રવધુ ને તેની સાથે રાખે છે પરંતુ તે સતત હેરાનગતિ કરતા હોવાથી તેઓ બંનેથી આ સહાય કંટાળી ગયા છે જેથી અભયમ ટીમે આવી પહોંચીને પુત્ર અને પુત્ર વધુને સમજાવ્યું હતું કે, આ વૃદ્ધા ના નામે મિલકત છે અને વૃદ્ધા તમને રાખવા નથી માંગતા જેથી તમે ભાડાના મકાનમાં રહેવા માટે જતા રહો. આ મિલકત વૃદ્ધાની હોવાથી તમે તેમને ઘરની બહાર કાઢી શકો નહીં તે સિનિયર સિટીઝન છે તેમની મદદ કરવાની જગ્યાએ તમે તમને હેરાનગતિ કરો તે કાયદાની વિરુદ્ધ છે. તેવી સમજ આપી હતી અને વૃદ્ધાને કાયદાકીય કાર્યવાહી કરવાની હોવાથી તેમને સમજ આપીને યોગ્ય રીતે નિરાકરણ કર્યુ હતું.

Most Popular

To Top