Feature Stories

લક્ષ્મીપુરામાં રહેતા હંસાબેન પટેલને રેશનકાર્ડ કઢાવવામાં મદદ કરી સીની.સીટીઝનને સહાયરૂપ બનતી લક્ષ્મીપુરા શી ટીમ


શહેરની શી ટિમ (She Team) છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પ્રસંશનીય કાર્ય કરી રહી છે. તદુપરાંત શી ટિમ શહેરમાં ઘણા પ્રકારના અલગ અલગ પ્રોજેકટ પર કાર્ય પણ કરી રહી છે. જેમાં હાલમાં જ એક ખૂબ જ વખાણને પાત્ર કાર્ય કરેલ છે. વડોદરા પોલીસ કમિશનર (Vadodara Police Commissioner) ડો. શમશેરસિંહ વાઘેલા દ્વારા દરેક પોલીસ સ્ટેશન ખાતે શી ટીમની રચના કરવામાં આવેલ છે. આ શી ટિમ સિનિયર સીટીઝન, માહિલા તથા બાળકોની સુરક્ષા માટે હંમેશા કાર્યરત હોય છે. જેમાં લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા હંસાબેન છોટુભાઈ પટેલ, જેઓ હાલમાં 75 વર્ષના છે. અને તેઓ છેલ્લા 26 વર્ષથી વિધવા છે અને એકલા જ રહે છે.

આટલા વર્ષોથી એમની પાસે રેશનકાર્ડ નથી. જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારની સહાય પ્રાપ્ત થઈ શકતી નથી. તેઓ એકલા રહેતા હોવાથી શી ટિમ એમની અવાર – નવાર મુલાકાત લેતી હોય છે. તો આ દરમિયાન હંસાબેને આ શી ટીમને રજુઆત કરી હતી કે, મારી પાસે રેશનકાર્ડ નથી. અને મને આટલા વર્ષોથી કોઈ પણ પ્રકારની રાહત મળી નથી. શી ટીમને આ બાબતની જાણ તથા તરત જ તેઓ નવું રેશનકાર્ડ કઢાવવા માટે હંસાબેન પાસેથી તમામ ડોક્યુમેન્ટ લઈ અકોટા મામલતદાર કચેરી ગયા. નવા રેશનકાર્ડ માટે ફોર્મ ભર્યું. અને આજરોજ નવું રેશનકાર્ડ આવી જતા હંસાબેનને અકોટા મામલતદાર કચેરી ખાતે લઈ જઈ ને નવું રેશનકાર્ડ અપાવ્યું. આ પ્રકારે શી ટીમે સિનિયર સિટીઝનની નવું રેશનકાર્ડ કઢાવી આપીને સહાય પુરી પાડી. આ શી ટીમમાં સારી કામગીરી કરનાર લક્ષ્મીપુરના અંજુબેન, રણજીતસિંહ, બેનાબેન, ડાયાભાઇ અને ચીકભાઈ હતા. જેમને પ્રશંસા ભર્યું કાર્ય કરેલ છે.

Most Popular

To Top