Vadodara

ફતેગંજ સર્કલથી પુરઝડપે જઈ રહેલા કર ચાલકે ચાર થી પાંચ લોકોને અડફેટમાં લીધા : એક ઈજાગ્રસ્ત

નાગરિકો જાગૃત પણ ટ્રાફિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

અન્ય વાહનચાલકોએ કારનો પીછો કરી કારચાલકને ફતેગંજ પોલીસને હવાલે કર્યો

વડોદરા ,તા. ૧૮

ફતેગંજ સર્કલ થી પૂર ઝડપે ટ્રાફિક ના નિયમોનું પાલન કર્યા વિના કાર ચાલકે કાર હંકારી ચારથી પાંચ લોકોને અડફેટે લેતા એક એકટીવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો બેફામ રીતે હંકારતા કારચાલક પર ગુસ્સે થયેલા નાગરિકો એ પીછો કરીને કાર ચાલકને જેલ રોડ પર દબોચી લઈને ફતેગંજ પોલીસને સોંપ્યો હતો. ખુલ્લેઆમ કાર ચાલકો નિયમનો ભંગ કરીને બેફામ રીતે અને એક લોકોને અડફેટમાં લઈને ફરતા જોવા મળતા જાણે ટ્રાફિક પોલીસ ઊંઘી રહી હોય તેમ નજરે પડી રહ્યું છે.

લોકો દ્વારા ઝડપી પાડેલા આરોપીને છોડાવા કોર્પોરેટર પોહચ્યા
સતત વધતા જતા અકસ્માતને પગલે લોકોમાં હવે રોષ ની લાગણી જોવા મળી છે ત્યારે લોકો દ્વારા જ આરોપી કાર ચાલકનો પીછો કરીને જેલ રોડ ખાતે ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને હવાલે કરાતા આરોપીને પીસીઆર વાનની મદદથી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસ કાર્યવાહી શરૂ કરે તે પહેલા જ બે મહિલા લોક પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરો પૈકી એક એવા વર્ષા બહેન પોલીસ મથકમાં પહોંચી આવ્યા હતા અને સમાધાન કરવાની ભલામણ કરી હોવાની ચર્ચા લોક મુખે સાંભળવા મળી હતી. 

થોડા દિવસ અગાઉ એક કાર ચાલક અકોટા થી જેલ રોડ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન તેણે પણ પૂર ઝડપે કાર ચલાવીને અનેક લોકોને પરફેક્ટ માં લેતા એક મજૂરનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારે પણ નાગરિકો દ્વારા કાર ચાલકને ઝડપી પાડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી એકવાર આજે ફતેગંજ ચાર રસ્તા પર ટ્રાફિક નિયમનો ભંગ કરીને પૂર ઝડપે કાર હંકારી જઈને ચાર થી પાંચ લોકોને લેતા એક એકટીવા ચાલક પુષ્પક વાળંદ (ઉ.વ. 18)20 થી 25 ફૂટ ઉપર ઉછડીને કારચાલકની કાર પર જ પછડાયો હતો જેને કારણે તેને શરીરના વિવિધ અવયવો પર ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર થશે હજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સતત થતા અકસ્માતને પગલે નાગરિકો પણ તંત્ર પર ગુસ્સે થયા છે ત્યારે કોઈ વ્હાલસોયાનો જીવ ન જાય તે માટે અન્ય વાહન ચાલકો જ કાર ચાલકનો પીછો કરીને જેલ રોડ સુધી પહોંચ્યા હતા ત્યાં ચાર પાંચ વાહન ચાલકોએ કાર ચાલકને રોકીને ફતેગંજ પોલીસને સોંપ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી બે વખત આ પ્રકારની ઘટના બનવા છતાં પણ ટ્રાફિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી જેથી લોકોમાં તંત્ર સામે રોષ ની લાગણી જોવા મળી હતી.

Most Popular

To Top