Madhya Gujarat

પુત્રીને બચાવવા ઉતરેલા પિતા પણ તળાવ માં ડૂબી ગયા

પુજાપો પધરાવવા માટે ગયેલી પુત્રીનો પગ લપસતા તળાવના પાણીમાં ખાબકી

પુત્રીને ડૂબતી જોઇ પિતા તેને બચાવવા જતા તેઓ પણ ડુબી ગયા, લાશને બહાર કાઢી પીએમ માટે ખસેડાયા

વડોદરા શહેરના હરણી લેકઝોન ખાતે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાને રવિવારે એક મહિનો પૂર્ણ થયો છે. અને હજુ દુર્ઘટના સમગ્ર ગુજરાત ભૂલી શક્યું નથી ત્યાંતો રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે આવેલા તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયેલી પિતા અને પુત્રીનું તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાના કારણે કરૂણ મોત નિપજયા હતા. જેના પગલે સમગ્ર પરિવાર સહીત ગ્રામજનોમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે ઠાકોર ફળિયામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ ઠાકોર રવિવારના રોજ બપોરના સમયે પોતાનીલા તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા. દરમિયાન પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં પૂજાનો સામાન પધરાવવા માટે ઉતરી રહી હતી. તે દરમિયાન તેનો પગ લપસતાં તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી. દરમિયાન પુત્રીને તળાવમાં ડૂબતી જોઈને તેના પિતા બળવંતસિંહ પુત્રીનો જીવ બચાવવા માટે દોડી આવ્યા હતા અને તળાવના ઉંડા પાણીમાં ડૂબતી બચાવવા કુદી પડ્યા હતા. પરંતુ તળાવ ઉંડી તથા પાણી વધારે પ્રમાણમં હોય પિતા મરણયા પ્રયત્નો કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. પુત્રીને તળાવના પાણીમાં પ્રયાસ કરવા છતાં પિતા બળવંતસિંહ પુત્રીને ડૂબતા બચાવી શક્યા ન હતાં પરંતુ પુત્રીને બચાવવા જતા તેઓ પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેમનું પણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રીના મૃતદેહ તળાવ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળે દોડી આવેલા ગોધરા શહેર પોલીસે પિતા પુત્રીના મૃતદેહનો કબ્જો લઇ પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

બોક્સ – પિતા-પુત્રીના મોતને પગલે પરિવાર સહિત સમગ્ર ગામ હિંબકે ચઢ્યું

ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં તળાવમાં ડૂબીના કારણે પિતા અને પુત્રની કરૂણ મોત નિપજ્યા હોવાની વાત વાયુ ફેલાતા ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે પિતા અને પુત્રીના મોતને કારણે તેમના પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. બંનેની લાશો જોઇને આખુય ગામે હિબકે ચઢયું હતું.

Most Popular

To Top