Vadodara

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ મોકૂફ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 5554 જગ્યા બહાર પાડી હતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાની તારીખ બદલવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ -3ની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની વિવિધ પરીક્ષા પૈકી છ દિવસની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજવાની થતી પ્રાથમિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ સ્થગિત રાખવામાં આવી છે. જીએસએસએસબી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. એક તરફ લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વહીવટી કારણોને આગળ ધરીને વિવિધ કેડરની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત રાખી છે. આ પરીક્ષાની નવી તારીખો આગામી સમયમાં જાહેર થશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -3 (ગ્રુપ -એ અને ગ્રૂપ – બી)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મ પરીક્ષા 1-4-2024ના રોજથી શરુ કરવામાં આવી છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. 20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલી તમામ શિફ્ટનીપરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. 8 મે 2024 અને 8 મે 2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ 3ની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તાજેતરમાં અરજીઓ મંગાવી હતી.તાજેતરમાં જાહેર થયેલા નોટિફિકેશન પ્રમાણે સંઘ લોકસ સેવા આયોગની સીવીલ સર્વિસની પ્રાથમિક પરીક્ષાને ધ્યાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજવાની થતી પ્રાથમિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 16 જૂન 2024માં લેવાનારી ઔષધ નિરીક્ષક વર્ગ 2 અને નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગની પરીક્ષા હવે 21 જુલાઈ 2024ના રોજ લેવાશે.

Most Popular

To Top