Vadodara

ખોડિયારનગરમાં ફ્લેટનું તાળું તોડી સોનાના દાગીના અને રોકડની ચોરી

વડોદરા, તા.29
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં જીઓ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા સૌંદર્ય બેઝિક એપાર્ટમેન્ટના બી ટાવરના ફ્લેટ નં.302માં અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. ફરિયાદી પરિવાર સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલી લોખંડની તિજોરી સાથે ચેડાં કર્યા હતા. તિજોરીનો સામાન વેરવિખેર કરી તેમાં રાખેલા આશરે સોનાના ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.7 હજાર ઉપરાંતની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મકાનમાં ચોરી થયાની જાણ થતાં માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે એપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. તસ્કરોની ઓળખ અને અવરજવર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top