Gujarat

ખેડા પાલિકાએ ગેરરીતિ ઢાંકવા રાતોરાત €રસ્તાનું કામ શરૂ કર્યું

ખેડા નગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી પ્રજા હિતની કામગીરી કરવાને બદલે શાસકો દ્વારા મનસ્વીપણે વહીવટ થતાં શહેરીજનોમા ભારે આક્રોશ વ્યાપ્યો છે.
 ખેડા પાલિકામાં  લોલમલોલ વહીવટ અને સરકારના નાણાંનો મનસ્વીપણે ઉપયોગ કરવામાં આવતો હોવાથી વિકાસના કામો તકલાદી બનાવી દેવાયા છે.  પાલિકાના ઈજનેર અને કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં રાજમાર્ગના રોડ રાતોરાત બનાવી દેવાયો હતો.  ખેડા નગરપાલિકા વિસ્તારના રાજા શોપિંગ સેન્ટરથી ગામને જોડતા રાજમાર્ગનું  રિસરફીગ કામ મંજુર થયું હતું. આ કામમાં જવાબદારી પૂર્વક કામગીરી કરવાને બદલે બેજવાબદાર ઈજનેરની લાપરવાહીથી રોડને તોડવા  માટે ઘણા દિવસો કાઢ્યા હતાં.પછી મજબૂત રોડ નહિ તૂટતાં જેસીબી બ્રેકર મશીન મારફતે રોડ તોડવામાં આવ્યો હતો. રોડ તોડતા સળિયા પણ બહાર દેખાતા વારંવાર રજૂઆત કરતા કપાવી કરી 10  દિવસ સુધી ખેડાના સ્થાનિક વેપારીઓ અને નાગરિકોને ત્રાહિમામ પોકારાવી દીધી હતી. આ રોડ કામગીરી અંગે સ્થાનિક નાગરિકોનો રોષ વધતાં અચાનક રોડ પર રો મટીરીયલ  નાખીને વધુ 3 વધુ દિવસ કામ અટકાવ્યું હતું. પ્રજાને હેરાન પરેશાન કરી મૂકી હતી.જયારે ખુબ વિરોધ થતા અચાનક રાત્રીના સમયે  ઈજનેર અને કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં જ રોડની એક તરફની સાઈડને રાતોરાત અંધકારમાં બનાવી નાખી હતી.રાત્રીના અંધકારમાં કેવું મટીરીયલ વાપર્યું અને કામ કેવી રીતે કર્યું તે બાબતે શહેરમાં ચર્ચાઓ ઉઠવા પામી છે.

Most Popular

To Top