સંબંધોની મીઠાશ

સ્નેહા અને સાગરના પ્રેમ લગ્ન થયા.સાસુ સસરા અમદાવાદ રહેતા અને સાગર અને સ્નેહા બંને જણ એમ.બી.એ ભણેલા અને મુંબઈમાં નોકરી કરતા…..થોડા થોડા દિવસે સાસુ સસરા મુંબઈ આવતા.લગ્નને ત્રણ વર્ષ થયા.સ્નેહા ગર્ભવતી બની … સાસુ સસરા ખુશી વ્યક્ત કરવા મુંબઈ દોડી આવ્યા……સ્નેહાએ રજા લીધી હતી…પરિવારમાં નાનું બાળક આવનાર છે તેની ખુશાલીમાં સૌની ભાવતી વિવિધ મીઠાઈઓ સાસુ વહુએ બનાવી…..અને ઘણી વાતો કરી

સંબંધોની મીઠાશ
600600600

સાંજે સાગર ઓફિસેથી આવ્યો …..દીકરા માટે મમ્મી ચા લઇ ગયા….ધીમેથી પૂછ્યું, “દીકરા,હવે નવ મહિનામાં નાનું બાળક આવશે …તમારી જવાબદારી વધશે …આગળ કેવી રીતે બધું સાંભળશો.” સાગરે ફટ દઈને કહ્યું, “એમાં વિચારવાનું શું?….મારો જન્મ થયો ત્યારે તમે તમારી ટીચરની નોકરી છોડી દીધી હતી ….તેવી જ રીતે અમારું બાળક આવશે એટલે સ્નેહા પોતાની નોકરી છોડી દેશે….પ્રેમાળ સાસુ વહુનો પક્ષ લેતા બોલ્યા પણ તે આટલું બધું ..તારા જેટલુ જ ભણેલી છે …..”

માતાની વાત વચ્ચે જ કાપતા સાગર બોલ્યો,”તો શું થઇ ગયું …તું પણ તારા જમાનામાં વધુ ભણેલી હતી ..છતાં તે મારા માટે નોકરી છોડી અને અત્યારે પણ ભણેલી છોકરીઓબાળકના ઉછેર માટે નોકરી છોડે જ છે…” મમ્મી કઈ બોલ્યા નહિ …રાત્રે જમી લીધા પછી મીઠાઈ ખાતા સાગર બોલ્યો,”વાહ ,મમ્મી આજે તો તે બનાવેલી મીઠાઈઓનો સ્વાદ પહેલાં કરતા ઘણો વધારે સરસ છે….”

માતાએ તક સાધી લઇ તરત કહ્યું, “આજે આ તારી ભાવતી ખીર કે પપ્પાને ભાવતો હલવો ….. કે પછી બધાનેભાવતા રસગુલ્લા..બધું જ નવી રીતે …થોડી જુદી રીતથી બનાવ્યું છે ક્યાં સુધી પહેલાં જેવુ જ……વર્ષો જૂની રીત મુજબનું …કે પછી બધા કરે તે રીતે જ કરતા રહેવું …………”આટલું બોલી મમ્મી અટક્યા દીકરાને મોટી ચમચી ખીર ખવડાવતા બોલ્યા, “દીકરા બધું મેં અને સ્નેહે જૂની અને નવી રીત ભેગી કરી બનાવ્યું છે……અને ફરી ભાર દઈ બોલ્યા ક્યાં સુધી પહેલાં જેમ થતું હતુ તેમજ કરશું …કંઇક નવું ન કરી શકાય.” સાગર મમ્મીનો ઈશારો સમજી ગયો…..મમ્મીએ સમજાવ્યું, “દીકરા …હું નથી ઇચ્છતી કે સ્નેહનું ભણતર એળે જાય…

આવનાર બાળકની જવાબદારી એની એકલીની નહિ તમારા બંનેની છે અને પપ્પા અને હું અહીં રહી તેમાં તમને બનતી બધી મદદ કરશું પણ મારી વહુ કાયમ માટે નોકરી નહિ છોડે.”આટલું બોલી સ્નેહાને રસગુલ્લું ખવડાવ્યું અને સંબંધોની મીઠાશ મહેકી ઉઠી 

       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts