Vadodara

એમએસયુના 74માં પદવીદાન સમારોહમાં 354 વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવશે

( પ્રતિનિધી )વડોદરા,તા.3

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં આગામી તા.8ના રોજ 74માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ પદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. જ્યારે યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીમાંથી કુલ 354 ગોલ્ડ મેડલ કુલ 229 વિદ્યાર્થીઓ જેમાં 163 વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો આગામી પદવિદાન સમારો તારીખ 8 નવેમ્બરમાં રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે. આ વખતે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાંથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એમ કુલ મળી 15031 વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવશે. યુનિવર્સીટીના 74 માં પદવીદાન સમારોહમાં 15 ફેકલ્ટીના કુલ 354 ગોલ્ડ મેડલ 229 વિદ્યાર્થીઓ જેમાં 163 વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગોલ્ડ મેડલ મેળવનાર ફેકલ્ટીમાં ફેકલ્ટી ઓફ આર્ટસ માંથી 39, બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય માંથી 6, ફેકલ્ટી ઓફ સાયન્સ માંથી 48, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ ફિઝિયોલોજી માંથી 18, ફેકલ્ટી ઓફ કોમર્સ માંથી 24, ફેકલ્ટી ઓફ મેડિસિનમાંથી 37, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ માંથી 76, ફેકલ્ટી ઓફ લો માંથી 16, ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ માંથી 17, ફેકલ્ટી ઓફ ફેમેલી એન્ડ કોમ્યુનિટી સાયન્સમાંથી 27, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાંથી 8, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ માંથી 19, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માંથી 11 ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન માંથી 3, અને ફેકલ્ટી ઓફ ફાર્મસી માંથી 5 એમ કુલ મળીને 354 વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવશે.

Most Popular

To Top