Sports

ઇસ્લામ અંગે ટિપ્પણી પર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર ફરી વિવાદમાં! હરભજન બાદ લારા પર આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં (Worldcup 2023) પાકિસ્તાનનું (Pakistan) પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તેને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું હતું. પાકિસ્તાને નવમાંથી માત્ર ચાર મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને તેમના ખેલાડીઓની ભારે ટીકા કરી રહ્યા છે.

જો કે બ્રાબર બ્રિગેડની ટીકા કરવાની સાથે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પણ ભારતીય દિગ્ગજ હરભજન સિંહને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત હતો અને તેણે ઇસ્લામ સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ઈન્ઝમામે કહ્યું કે હરભજને એકવાર મને કહ્યું હતું કે મારું દિલ મને કહે છે કે તે (મૌલાના) જે પણ કહે, મારે તેને સ્વીકારવું જોઈએ. મેં કહ્યું તો તેને ફોલો કરો. તમને શું રોકી રહ્યું છે?’ ભજ્જીએ જવાબ આપ્યો કે હું તમારી સામે જોઉં છું અને પછી રોકાઈશ. તમારું જીવન એવું નથી. આપણે જ આપણા ધર્મને અનુસરતા નથી.

હવે 53 વર્ષના ઈન્ઝમામ ઉલ હકે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારા વિશે વિવાદાસ્પદ વાતો કહી છે. ઈન્ઝમામે કહ્યું, ‘જ્યારે કરાચીમાં ટેસ્ટ મેચ ચાલી રહી હતી, ત્યારે મોહમ્મદ યુસુફે બ્રાયન લારાને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. તેમને નમ્ર મિજબાની આપી હતી. તેણે તેમને અલ્લાહ વિશે અને ઇસ્લામ વિશે જણાવ્યું હતું. આ બધું સાંભળીને બ્રાયન લારા ચૂપ થઈ ગયા અને કહ્યું કે મુસ્લિમો જેવું જીવન જીવે છે તેવું જીવન જીવવું જોઈએ.

Most Popular

To Top