Sports

વર્લ્ડ કપ 2023 માટે 8 ટીમો ફાઈનલ, વરસાદના લીધે આ ટીમનું વર્લ્ડકપ રમવાનું સપનું તૂટી ગયું

નવી દિલ્હી : વર્લ્ડ કપ 2023(World Cup 2023) માટે ટીમોનું સિલેક્શન થઈ ગયું છે. વર્લ્ડ કપ 2023માં 8 ટીમો રમશે તેના નામની યાદી બહાર પડી ગઈ છે. આ વર્ષે વર્લ્ડ કપનુ આયોજન ભારતમાં(India) કરવામાં આવશે. વર્લ્ડ કપમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો રમશે. બાંગ્લાદેશ (Bangladesh) અને આયરલેન્ડ(Ireland) વચ્ચે રમાયેલી મગળવારની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જેના કારણે આયરલેન્ડનુ વર્લ્ડ કપ રમવામુ સપનું તૂટી ગયું છે.

વર્લ્ડ કપ 2023માં 8 ટીમોનુ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. મંગળવારે ચેમ્સફોર્ડ ખાતે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. ત્યાર પછી મેચ રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાથી આયર્લેન્ડને ઝટકો લાગ્યો હતો.

જો વાત કરીએ તો ભારતમાં રમનાર ODI વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જેમાં 8 ટીમોનું સિલેક્શન કરી લેવામાં આવ્યુ છે, ત્યારે બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડ મારફતે ટૂર્નામેન્ટમાં જોડાશે. આ ક્વોલિફાઈંગ ટીમોમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોનો પણ સમાવેશ છે.

વલ્ડકપ માટે ફાઈનલ ક્વાલિફાઈ મેચ 18 જુન થી 9 જુલાઇ સુધી રમા છે. જેમાં ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ રાઉન્ડમાં બે ટીમો ક્વોલિફાય થશે. વર્લ્ડ કપના યજમાન તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કપનું આયોજન ભારતમાં 5 ઓક્ટોબર 2023 થી 19 નવેમ્બર 2023 દરમિયાન કરવામાં આવશે.

ભારતની ટીમ 2008માં છેલ્લે પાકિસ્તામાં રમવા ગઈ હતી. ત્યાર બાદ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. બંને પાડોશી દેશોએ છેલ્લે 2012 માં બાઈલેટરલ સિરીઝ રમી હતી. જ્યારે પાકિસ્તાને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ અને ત્રણ વનડે મેચો માટે ભારત આવી હતી. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. એવામાં આશા વ્યકત કરાઈ રહી હતી કે ટીમ ઈન્ડિયા પર પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે.

Most Popular

To Top