Comments

વિપક્ષી એકતા 2024 સુધી ટકશે?

ઉપરા છાપરી બેઠકો, સંસદની અંદર અને બહાર સંયુકત વિરોધ અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત પરથી તમે એમ વિચારશો કે વિરોધ પક્ષો આખરે ભેગા થઇ યા છે. પેગાસસ પ્રકરણ, ખેડૂત ખરડા અને મોંઘવારીએ મોદી સામે ટક્કર લેવા વિરોધ પક્ષોમાં દુર્લભ એકતા સર્જી છે. ભારતીય જનતા પક્ષે પણ આ પ્રયાસોનું તદ્દન ગંભીરતાથી અવલોકન કર્યું હોઇ શકે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા મોટો પડકાર ઉભો કરાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાના આ પ્રાસોને નાકામિયાબ બનાવવાના રસ્તા શોધી કાઢવાનું પણ ભારતીય જનતા પક્ષોના આ પ્રયાસો કેટલા કામિયા નીવડશે? સંસદની વર્તમાન મડાગાંઠ પછી વિરોધ પક્ષો પોતાની એકતા લાંબી ટકવાની ખાતરી આપે છે?

મોદી અને ભારતીય જનતા પક્ષના સાચા વિકલ્પના ઉદ્‌ભવ માટે તેઓ ખરેખર સાથે બેસી પોતાની વ્યકિતગત મહત્વાકાંક્ષાએ, અહંમ અને વર્ચસ્વને ભૂલી શકશે? સોનિયા ગાંધીએ થોડા વર્ષો પહેલા સૂચન કર્યું હતું કે વિરોધ પક્ષોએ દેશભરમાં લોકસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સામે પોતાનો ઉમેદાવર મૂકવો જ જોઇએ. આ સૂચન આજે સાકાર થશે? સંસદની તોફાની બેઠક પૂરી થાય અને પક્ષો 2022 અને 2023ની વિધાનસભાની આગામી ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પાછા ફરે ત્યારે આ પ્રશ્ન પૂછાશે જ.

ભારતીય જનતા પક્ષ અને સાથીઓ માટે આ દરેક ચૂંટણીઓ જીતવાનું મહત્વનું છે જ, પણ વિપક્ષોએ પણ પોતાની તરફેણમાં બાજી ફેરવવી હશે તો તેમને માટે પણ તે મહત્વની છે. આ વિરોધ પક્ષો એ પોતાના ભારતીય જનતા પક્ષ વિરોધી વર્તુળમાંથી બહાર આવી શાસનના વ્યાપક પ્રશ્નો વિશે વાત કરવી પડશે. દેશભરમાં મતદારોનું ધ્યાન ખેંચવા લોક રીઝવણી અને કલ્યાણ કાર્યક્રમોને બદલે શાસનનો વૈકલ્પિક નમૂનો રજૂ કરવો પડશે. તેનાથી વધુ મહત્વની વાત એ છે કે આ પક્ષોએ વધુ મોટા સામાજિક આધાર, અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં નવા માર્ગો શોધી ભારતીય જનતા પક્ષ સાથે સ્પર્ધા કરવી પડશે.

ભારતીય જનતાપક્ષ સામેની પોતાની લડાઇ સરળ છે એવું માનવા જેટલા વિપક્ષી નેતાઓ ભોટ નથી. હકીકતમાં તેમણે આગળ આવતા અવરોધોની જાહેરમાં પણ કબૂલાત કરી છે. તાજેતરના વર્ષોમાં ચૂંટણીમાં જે પછડાટ ખાવી પડી તે પછી કોંગ્રેસને ઘણા વિપક્ષી નેતાઓ નકામો પક્ષ ગણે છે. કોંગ્રેસ પ્રત્યે મૈત્રીભાવ રાખનારા કેટલાક ટીકાકારો શબ્દો ચોર્યા વગર 2019ની ચૂંટણી પછી કહે છે કે રાહુલે જાહેર કરી દેવું જોઇએ કે તેઓ કયારેય વડાપ્રધાનપદના ઉમેદવાર નહીં બને. આ ટીકાથી છંછેડાઇને રાહુલ કોંગ્રેસના ધબડકા પછી પ્રમુખપદ છોડયું છે અને તે પદ પર પાછા નથી ફર્યા અને પોતાની ભૂમિકા છોડવા તૈયાર નથી.

હકીકતમાં માતા સોનિયા ગાંધી પક્ષના વચગાળાના વડા રહયા તે સાથે કોંગ્રેસ પર તેમની અને તેમની બહેન પ્રિયંકા ગાંધીની પકડ વધી છે. મોદીનો ‘જાદુ’ પૂરો થઇ ગયો છે એવી માન્યતાને આધારે તેમને પક્ષના ઉજ્જવળ ભાવિમાં વિશ્વાસ જાગ્યો છે. તેથી જ તેમણે તા. ત્રીજી ઓગસ્ટે દિલ્હીમાં નાસ્તા-પાણીની એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું અને તેને મોદી સામેની વિરોધ પક્ષની એકતાના ચહેરો બનવાની તૈયારી રૂપે જોવામાં આવે છે.

અલબત્ત બંગાળમાં ત્રીજીવાર સત્તા પર બિરાજયા પછી મમતા બેનરજીએ વટ મારવા દિલ્હીની મુલાકાત લીધી તેની પશ્ચાદ્‌ભૂમાં રાહુલે આ કામગીરી કરી. તેના હાવભાવ એવું સૂચવતા હતાકે તે એમ માને છે કે તેઓ ધડાકાભેર રાષ્ટ્રીય તખ્તે પાછા ફર્યા છે. રસપ્રદ વાત એ છે કે મમતા તા. 28મી જુલાઇએ છ વર્ષ પછી સોનિયા ગાંધીને મળવા ગયા. 2015ની છેલ્લી બેઠકમાં મમતાએ એવું સૂચવ્યું હતું કે 2019ની ચૂંટણીમાં મોદી સામેના સંયુકત વિરોધ પક્ષની આગેવાની લેવાનો આગ્રહ કોંગ્રેસે નહીં રાખવો જોઇએ. સોનિયાએ પૂછયું હતું ‘કેમ?’ સોનિયાએ મમતાને દેખીતી રીતે એવું કહયું હતું કે ભારતીય જનતા પક્ષના મુખ્ય વિરોધ પક્ષ તરીકેની પોતાની ભૂમિકા કઇ રીતે કોંગ્રેસ છોડી શકે?

મમતાએ ગાંધી પરિવાર સાથેની મમત મૂકી દીધી. 2019ની ચૂંટણીમાન મોદીનો 2014 કરતા વધુ ભવ્યવિજયથયો. 2019 પછી કોંગ્રેસનું રાજકીય કદ ઘટયું છે પણ મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ સામેની લડાઇમાં તે સરદારી મુકવા તૈયાર નથી. એ જપ્રમાણે નેશનલ કોંગ્રેસ પક્ષના નેતા શરદ પવાર અન્ય એક એવા નેતા છે જેણે પોતાના સાથી વિપક્ષી નેતાઓને પોતાની ચાલ વિશે અવઢવમાં રાખ્યા છે. એક તરફ તેની દીકરી સુપ્રિયા સૂળે રાહુલ ગાંધીએ યોજેલી નાસ્તા-પાણીની બેઠકમાં ભાગ લીધો હતો તો શરદ પવાર દેખીતી રીતે ખાંડ ઉદ્યોગના ભાિવની ચર્ચા કરવા અમીત શાહના પડખામાં ભરાયા હતા અને દેશના નવા રચાયેલા સહકાર મંત્રાલયના પ્રથમ પ્રધાન બનવા બદલ અમીર શાહને અભિનંદન આપતાહતા.

વિરોધ પક્ષોની ખરી કસોટી ઉત્તર પ્રદેશમાં થશે જયાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ અને બાકીના પક્ષો વચ્ચે સ્પર્ધા થવાની વકી છે. 2017ના ધબડકા પછી સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના જોડાણ વતી અખિલેશ યાદવે કોંગ્રેસને કોઇ પણ જોડાણમાં સાંકળવા વિશે પોતાની સ્પષ્ટ વાત કરી દીધી અને માયાવતીએ પણ 2019માં સમાજવાદી પક્ષ સાથે લોકસભાની ચૂંટણીમાં જોડાણ કર્યું હતું પણ હવે તે એકલે હાથે ચૂંટણી લડવા માંગે છે. ઉત્તર પ્રદેશનો કોંગ્રેસી ચહેરો પ્રિયંકા પણમાને છે કે એકલા ચાલવામાં મજા નથી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top