Charchapatra

મણિપુરની આગજની અને હિંસા બે મહિનાથી કાબુમાં કેમ આવતી નથી?

રાજ્યમાં કુકી ઉગ્રવાદનો ઇતિહાસ બહુ પુરાણો છે આઝાદીના થોડા દીવસો પહેલા મણિપુરના રાજા બોધચન્દ્ર સિંહે એ ભરોસે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા કે રાજ્યની આંતરિક સ્વાયતા અકબંધ રહેશે સપ્ટેમ્બર 1949 માં કેન્દ્ર સરકારે મણિપુરના રાજાને પર હસતાક્ષર પર સહી કરવા સંમત કરી દીધા હતા રાજાએ વિલયની સમજૂતી પર સહી કરી દીધી હતી. તે વખતે રાજા બોધચંદ્ર સિંહે રાજ્ય વિધાનસભામાં આ મુદ્દે કોઈ ચર્ચાવિચારણા કરી જ નહોતી. યુનાઈટેડ કુકીલેન્ડની સ્થાપના શરૂઆતથી જ કુકી ઉગ્રવાદી આંદોલનની મુળ માંગ રહી હતી.તે વખતે કુકી સંગઠનો મ્યાનમાર મણિપુર આસામ અને મિઝોરમના કુકી બહુલ વિસ્તારોને લઈને એમની માંગો કરી રહ્યા હતા. 

પૂર્વોત્તરના બીજા રાજ્યોમાં ઉગ્રવાદીઓ આંદોલનની શરૂઆત ભારતના કઠિત જબરદસ્તીના વિરોધમાં થઈ હતી.પરંતુ આઝાદી બાદ મણિપુરમાં શરૂ થયે લા ઉગ્રવાદી આંદોલનના મુળ જાતીય ઓળખ પર ઊભરેલી હતી.1980 માં સશસત્ર દળ વિષેસાઅધિકાર અધિનિયમ આશફા અંતર્ગત આખા રાજ્યને અશાંત જાહેર કર્યા બાદ આ સમસ્યા ઓર વકરી તરત જ બાદ કુકી ઉગ્રવાદમાં તેજી આવી અને કુકી નેશનલ ઓર્ગેનાઈજેશન અને કુકી નેશનલ આર્મી જેવા ઉગ્રવાદી સંગઠનોની રચના કરવામાં આવી એજ દરમિયાન કુકી કમાન્ડો ફોર્સ અને કુકી ઇન્ડિપેડન્ટ આર્મી જેવા સંગઠનોની સ્થાપના પણ થ આંદોલન કરનારા પણ જાણે છે કે ભારતીય સેના આંદોલનને કચડી શકે છે.

પરંતુ ભારતીય સેના પોતાના સંયમથી મણિપુરની જનતાને એ ભરોશો અપાવવા માંગે છે કે સેના તેમની મદદ માટે જ આવી છે આ 56 દિવસોમાં મણિપુર ઘણું પાછુ ધકેલાઈ ગયું છે મણિપુરના સામાજિક તાણાવા નાને જે નુકસાન થયું છે તે ભરપાઈ જતા વરસો લાગી શકે છે પરંતુ જો મણિપુરની જનતા જો સેનાને સહયોગ અને મદદ કરે તો સંવાદ લાયક એક માહોલ બનાવી શકાય કાયમી શાંતિ માટે મેતી અને કુકી સમજો વચ્ચે વાતચીત થવી ખુબ જરૂરી છે
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top