Business

ક્રૂડ ઓઇલ માપ ઘટાડો કરવામાં સરકારની આનાકાની કેમ?

અખબારી અહેવાલ પ્રમાણે ક્રૂડ ઓઇલ ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે છેલ્લા 14 માસથી કડાકો થયો છે અને છતાં સરકાર કેમ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડતી નથી તેનું આશ્ચર્ય છે. હાલે ક્રૂડ ઓઇલ ભાવ આંતરરાષ્ટ્રિય બજારમાં 66 ડોલર છે અને ભારતમાં હાલે જે પેટ્રોલ ભાવ છે તે જયારે ક્રૂડ ઓઇલનો ભાવ 120 ડોલરનો હતો ત્યારનો છે. દેશની પ્રજાને આ ભાવ ઘટાડાનો લાભ મળવો જોઈએ અને આ ભાવ પ્રમાણે આપણને રૂા. 50 ની કિંમતે 1 લીટર પેટ્રોલ ઉપલબ્ધ થવું જોઇએ. 2014 લોકસભા ચૂંટણીમાં  વર્તમાન ધારાસભ્યે પેટ્રોલ ડિઝલ સહિત અન્ય જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ ઘટાડાની જાહેર સભાઓમાં ખામી ઉચ્ચારી છે. આ વાતને દસકો પૂરો થવા આવ્યો. હવે જયારે ક્રૂડ ઓઇલના ભાવ અડધી કિંમતે થયા છે ત્યારે સરકારે પેટ્રોલ ડિઝલ ભાવ ઘટાડાની જાહેરાત કરી પ્રજાને રાહત આપવી જોઈએ. મોંઘા ભાવના ઇંધણના કારણે શાકબાજી, ઘી, તેલ, ગોળ, અનાજ કરિયાણાના ભાવ વધતા રહ્યા છે. સરકારને થતી આવક પ્રજાને થતી આવક છે. પ્રજાને આ કિંમત ઘટાડાનો લાભ અવશ્ય મળવો જોઈએ.
પાલનપુર    – અશ્વનિકુમાર ન. કારીઆ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top