Charchapatra

કોનો વિકાસ થાય છે? પ્રજાનો કે રાજકારણીઓનો?

આપણા દેશમાં મધ્યમ વર્ગ ઘંટીના પડમાં અનાજ દળાય તેમ પીસાય રહ્યા છે. ગરીબોને સરકાર તરફથી સસ્તુ અનાજ, તેલ વગેરે જીવન જીરૂરી વસ્તુ આપવામાં આવે છે. એ લોકોને કામ આપો તો તેઓ સ્વનિર્ભર બનશે.આપણે એને આળસુ બનાવી દીધા છે. પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ જે કહ્યું હતું તે અમુક અંશે સાચું છે. આપણા દેશના નાગરિકો જે કામ કરે છે એના કરતાં અન્ય દેશ જાપાન ચીની ઇંગ્લેન્ડ અમેરિકા, રશિયા જેવાં દેશોમાં માણસો ખુબ જ મહેનતુ છે જો કે એમાં હવામાન પણ ભાગ ભજવે છે. તેમ છતાં વધુ કામ કરી શકાય. જાપાનમાં કર્મચારીઓને કંપનીમાંથી વધા પગાર જોઈ તો હોય ત્યારે તેઓ હડતાળ પાડતાં નથી વધુ કામ કરે ચે અને ત્યારબાદ કંપનીનો માલિક મજુરો સાથે વાતચીત કરે છે અને સમાધાનનો રસ્તો શોધી કાઢે છે.

આપણા દેશમાં કામ બંધ હડતાળનું શસ્ત્ર અજમાવાય છે વિકાસ કેટલાક ઉદ્યોગપતિઓનો પૈસાદારોનો અને કેટલાક રાજકારણીઓ,પ્રધાનો, મંત્રીઓનો પાંચ જ વર્ષમાં થાય છે તેઓને સારો પગાર અને ત્યારબાદ પેન્શન સારું એવું મળે છે. અને સરકારે 2004 પછી જે નોકરીએ લાગ્યા છે. તેને પેન્શન આપવાનું બંધ કર્યું છે.એનો અભ્યાસ ચાલે છે કે પેન્શન કેવી રીતે આપવું અને કેટલું આપવું? સરકાર નહીંવત પેન્શન આપવા વિચારે છે પણ કયારે તે નક્કી થયું નથી. રાજકારણ એ પણ એક ધંધો થઇ ગયો છે. ન્યુઝીલેન્ડના એક નેતાએ આપણા નેતાને પુછયું હતું તમે શું કરો છો? ત્યારે આપણે ત્યાંના નેતાઓએ કહ્યું હતું કે અમે આજ કરી છીએ, રાજકારણ કરીએ છીએ ન્યુઝીલેન્ડના નેતાએ કહ્યું હું નોકરી કરું છું અને સરકારી કામ પણ કરું છું. ત્યારે એમના વાતચીત એટલે વિકાસ કોનો?
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પંજાબ કેસરી – લાલા લજપતરાય
તા .૨૮ જાન્યુઆરી . પંજાબ કેસરી લાલા લજપતરાય, જ્ઞાનપીઠથી પુરસ્કૃત ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહ, ઉત્કૃષ્ટ વિવેચક જયંત કોઠારી, વૈજ્ઞાનિક રાજા રમન્ના અને જનરલ કરીઅપ્પાનો જન્મદિવસ તથા સોહરાબ મોદી અને ઇતિહાસકાર હસમુખ સાંકળિયાની પુણ્યતિથિ છે. લાલ, બાલ અને પાલની ત્રિપુટી પૈકી લાલા લજપતરાયનો જન્મ પંજાબના મોગા જિલ્લાના દુધિકે ગામમાં થયો હતો. આર્ય સમાજથી પ્રભાવિત લાલાજી કોંગ્રેસની જહાલવાદી વિચારધારાના મુખ્ય નેતા હતા. પંજાબમાં આર્ય સમાજનો ફેલાવો અને દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલો શરૂ કરવામાં અને કુદરતી આફતોમાં લોકસેવા માટે લાલાજી હંમેશા અગ્રેસર રહ્યા હતા. તેઓએ ભારતમાં ‘તરુણ ભારત ‘ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી. લાખો યુવાઓને ભારતની આઝાદી માટે તૈયાર કર્યા હતા.૧૯૨૮માં સાયમન કમિશનનો ઉગ્રતાથી વિરોધ કરતાં થયેલા લાઠીચાર્જમાં તેઓ ઘાયલ થયા હતા. ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે તેમના માનસપુત્રો તરીકે તેમની હત્યાનો બદલો વાળી તેમના શબ્દો સાર્થક કર્યા હતા. ધી પોલિટિકલ ફ્યુચર ઓફ ઇન્ડિયા તથા કેટલાય મહાપુરુષોનાં જીવનચરિત્રો અને આત્મકથા લાલાજીનાં સર્જનો છે.
સુરત       – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top